મુકેશ અંબાણીના ઘરે કાઇ પો છેની સ્પેશિયલ સ્ક્રીનિંગ
મુંબઈ, 20 ફેબ્રુઆરી : સૌને ખબર છે કે અભિષેક કપૂરની ફિલ્મ કાઇ પો છે માટેની સ્પેશિયલ સ્ક્રીનિંગ બૉલીવુડ માટે કરાઈ હતી. ફિલ્મ જોયા બાદ બૉલીવુડે દિલ ખોલીને ફિલ્મના વખાણ કર્યાં, પરંતુ આપને ખબર નહિં હોય કે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ બૉલીવુડથી પહેલા પણ કોઇકના માટે કરવામાં આવી હતી.

આપ જાણવાં માંગશો કોના માટે? તેમનું નામ છે ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી. કાઇ પો છે ફિલ્મના નિર્માતા રૉની સ્ક્રૂવાળાના પ્રગાઢ મિત્ર છે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી માટે બૉલીવુડની સ્પેશિયલ સ્ક્રનિંગથી બે દિવસ અગાઉ તેમના ઘર એંટેલેનાના સ્પેશિયલ થિયેટરમાં ફિલ્મ કાઇ પો છે દર્શાવવામાં આવી. ફિલ્મ પ્રત્યે મુકેશ અંબાણીની રુચિ એટલા માટે હતી, કારણ કે ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલી છે. ખેર ફિલ્મ જોયા બાદ મુકેશ અંબાણીએ ફિલ્મના ખૂબ ખૂબ વખાણ કર્યાં અને આશા વ્યક્ત કરી કે ફિલ્મ જરૂર સફળ થશે.
એવી જ પ્રતિક્રિયા બૉલીવુડ તરફથી પણ આવી હતી. હૃતિક રોશન તથા વિદ્યા બાલન પણ ફિલ્મને સુંદર કહી ચુક્યાં છે. ચેતન ભગતની જાણીતી નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત કાઇ પો છે ફિલ્મમાં ત્રણ મિત્રોની વાર્તા છે કે જેમનો ભેંટો ધર્મગુરુઓ સાથે થઈ જાય છે અને ત્યારે જ એક મિત્રને બીજા મિત્રની બહેન સાથે પ્રેમ થઈ જાય છે. અભિષેક અગાઉ જ કહી ચુક્યાં છે કે ફિલ્મમાં ધર્મ, રાજકારણ અને ક્રિકેટની નવી તસવીર લોકો સમક્ષ રજૂ થશે. ફિલ્મ 22મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
