મિત્રતાની યાદગાર પળોની વાર્તા છે કાઇ પો છે

મુંબઈ, 8 જાન્યુઆરી : યુવા પેઢીના મનગમતા નવલકથાકાર ગણાતાં ચેતન ભગતની વધુ એક નવલકથા ફિલ્મ કાઇ પો છે વડે રૂપેરી પડદે સાકાર થવા જઈ રહી છે. અત્યાર સુધી બે નવલકથાઓ વન નાઇટ એટ ધ કૉલ સેંટર તથા ફાઇવ પૉઇન્ટ સમન ઉપર અગાઉથી જ ફિલ્મોમાં તબ્દીલ થઈ ચુકી છે કે જેમાં ફાઇવ પૉઇન્ટ સમવન પર બનેલ ફિલ્મ 3 ઈડિયટ બૉક્સ ઑફિસે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.

Kai Po Che

હવે ફરી એક વાર ચેતન ભગતની વધુ એક નવલકથા 3 મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પણ ફિલ્મમાં રૂપાંતરિત થઈ દર્શકો સામે આવી રહી છે. આ ફિલ્મનું ટાઇટલ છે કાઇ પો છે. આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અભિષેક કપૂરે અને નિર્માતા છે રોની સ્ક્રૂવાલા તથા સિદ્ધાર્થ રૉય કપૂર. ફિલ્મમાં 3 મિસ્ટેક્સ ઑફ માય લાઇફની જેમ જ ત્રણ મિત્રો છે અને આખી ફિલ્મ આ ત્રણે મિત્રોના જીવન અને તેમના જીવવાના અંદાજની આસપાસ ફરે છે. સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર યાદવ તથા અમિત સાધે ક્રમશઃ ઈશાન, ગોવિંદ તથા ઓમીના રોલ કર્યાં છે. ફિલ્મનું પ્રથમ ટ્રેલર વર્ષ 2012માં સલમાન ખાનની બ્લૉકબસ્ટર ફિલ્મ દબંગ 2 સાથે રિલીઝ થયુ હતું.

કાઇ પો છે એક હિન્દી ફિલ્મ છે જ્યારે આ શબ્દ છે ગુજરાતી, જેનો અર્થ થાય છે ચગતી પતંગને કાપી નાંખવી. ફિલ્મમાં પણ કંઇક એવું જ દેખાય છે. ત્રણે મિત્રો પોતાનું જીવન પોતાની રીતે બિંદાસ્ત રીતે જીવે છે અને એક દિવસ તેમના હાથથી તેમના જીવનની ડોરી છુટી જાય છે. તેઓ પોતાના જીવનમાં અનેક ભૂલો કરે છે કે જેના અંગે પછીથી વિચારી ખૂબ પસ્તાય છે. ફિલ્મ 22મી ફેબ્રુઆરી, 2013ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X