Pics : વધુ એક આયટમ સૉંગ કરશે અઇલા ગર્લ કાયનાત
મુંબઈ, 2 ઑગસ્ટ : ખટ્ટા મીઠા ફિલ્મમાં અઇલા રે અઇલા... આયટમ સૉંગ કરનાર મૉડેલ તથા અભિનેત્રી કાયનાત અરોરા હેટ સ્ટોરી 2માં વધુ એક આયટમ સૉંગમાં પોતાનો જલવો પાથરશે.
કાયનાત આ જ માસના અંતે આ ગીતનું શૂટિંગ કરશે. દબંગ ફિલ્મનું ધમાકેદાર આયટમ સૉંગ મુન્ની બદનામ હુઈ... ગાનાર મમતા શર્મા હેટ સ્ટોરી 2ના આ આયટમ સૉંગને પોતાનો અવાજ આપશે અને જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય તેને કોરિયોગ્રાફ કરશે. કાયનાતે એક વાતચીતમાં જણાવ્યું - હું ગણેશ સાથે ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં પણ કામ કરી રહી છું કે જેમાં વિવેક ઓબેરૉય, આફતાબ શિવદાસાણી અને રીતેશ દેશમુખ છે. હેટ સ્ટોરી 2 ટી સિરીઝની ફિલ્મ છે અને આયટમ સૉંગ બહુ લાંબુ છે.
કાયનાત અરોરાએ અક્ષય કુમાર અભિનીત ખટ્ટા મીઠા ફિલ્મમાં અઇલા રે અઇલા... આયટમ સૉંગ દ્વારા પોતાનું બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. આ ગીત બાદ તેઓ દક્ષિણ ફિલ્મોદ્યોગ તરફ વળી ગયા હતાં.
આવો તસવીરો સાથે જાણીએ કાયનાત અરોરા વિશે વધુ :

અઇલા ગર્લ
કાયનાત અરોરાએ બૉલીવુડ કૅરિયરની શરુઆત ખટ્ટા મીઠા ફિલ્મમાં અઇલા રે અઇલા... આયટમ સૉંગ સાથે કરી અને તેઓ અઇલા ગર્લ તરીકે પ્રસ્થાપિત થઈ ગયાં.

નહોતું કરવું આયટમ સૉંગ
કાયનાત અરોરાએ જણાવ્યું - ખટ્ટા મીઠા બાદ હું કોઈ આયટમ સૉંગ કરવા નહોતી માંગતી.

છબી સામે વાંધો
કાયનાતને આયટમ સૉંગ વાળી છબી સામે વાંધો હતો. તેમણે દક્ષિણના દિગ્ગજ કલાકાર અજીત કુમાર સાથે મનકથામાં એક આયટમ સૉંગ કર્યું. પછી એક મલયાલમ ફિલ્મમાં પણ આયટમ સૉંગ કર્યું.

ગ્રાન્ડ મસ્તી
કાયનાતે જણાવ્યું કે મને ગ્રાન્ડ મસ્તી ફિલ્મની ઑફર મળી અને મને લાગ્યું કે આ ફિલ્મ દ્વારા હું બૉલીવુડમાં પોતાની આયટમ નંબર વાળી છબી તોડી શકીશ. તેથી જ મેં હેટ સ્ટોરી 2 માટે આયટમ સૉંગ કરવાનું સ્વીકારી લીધું.

આવતા માસે રિલીઝ
કાયનાતે જણાવ્યું કે ગ્રાન્ડ મસ્તી ફિલ્મ 6ઠી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે કે જે એક એડલ્ટ કૉમેડી છે.












Click it and Unblock the Notifications
