Video : હાઈ હિલ્સના ચક્કરમાં પડતા પડતા બચી કાજોલ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બોલિવૂડની સ્ટાર અભિનેત્રી કાજોલ આ દિવસોમાં તેની વેબ સિરીઝ ધ ટ્રાયલને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરીઝના પ્રમોશન માટે કાજોલ બોલ્ડ અંદાજમાં લોકો સામે આવી રહી છે. આ દરમિયાન તે હાઈ હિલ્સમાં જોવા મળી હતી. જો કે આ હાઈ હિલ્સ તેની માટે મુસીબત બન્યા અને પડતા પડતા માંડ માંડ બચી.
હાલ સોશિયલ મીડિયા પર કાજોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કાજોલ સ્ટુડિયોથી બહાર નીકળતી જોઈ શકાય છે. કાજોલે હાઈ હિલ્સ પહેર્યા છે અને તે માંડ માંડ સીડીઓ ઉતરી રહી છે. અહીં તે રેલિંગના સહારે પોતાને પડતા બચાવી રહી છે.

કાજોલે માંડ માંડ પોતાને બચાવી અને ધીમે ધીમે સીડીઓ નીચે ઉતરીને કારમાં બેસતા પહેલા ખૂબ જ ધીમેથી ચાલતી જોવા મળી. કાજોલના આ હાઈ હિલ્સ તેનું સંતુલન બગાડી રહ્યા હતા. તેને કારમાં બેસતા કેમેરા સામે સ્માઈલ આપી અને હાથ પણ હલાવ્યા. હવે કાજોલ તેના આ હાઈ હિલ્સને કારણે ટ્રોલના નિશાને ચડી છે.
કાજોલના વીડિયો પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, આ બીજી જયા બચ્ચન છે. અન્ય યુઝરે લખ્યું કે, શા માટે હીલ પહેરવી જોઈએ? જો કે કેટલાક ફેન્સ કાજોલના લુકના વખાણ પણ કરી રહ્યા છે. હવે કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
