વૉટ્સએપ નંબર સાર્વજનિક કરતા ભડકી કાજોલ, અજય દેવગણની લીધી ક્લાસ
બોલિવુડ અભિનેતા અજય દેવગણે સોમવારે સાંજે પોતાની પત્ની કાજોલનો પ્રાઈવેટ નંબર શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો. હવે તેને આનો દંડ ચૂકવવો પડી રહ્યો છે.
બોલિવુડ અભિનેતા અજય દેવગણે સોમવારે સાંજે પોતાની પત્ની કાજોલનો પ્રાઈવેટ નંબર શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો. હવે તેને આનો દંડ ચૂકવવો પડી રહ્યો છે. પોતાનો નંબર પબ્લિક થવાથી કાજોલ ઘણી નારાજ છે અને તેણે પતિ અજય દેવગણની ટ્વિટર પર જ ક્લાસ લગાવી છે. અજય દેવગણે કાજોલના પ્રાઈવેટ નંબર અંગે ટ્વિટર પર એક મજાક કરી હતી, જેના પર હવે કાજોલે ભડકતા કહ્યુ છે કે આની ઘરમાં એન્ટ્રી નહિ થાય.

અજય દેગગણે ટ્વિટ કર્યો હતો કાજોલનો નંબર
અજય દેવગણે ટ્વિટર પર પત્ની કાજોલનો નંબર ટ્વિટ કર્યો હતો. તેમણે એક ટ્વિટમાં લખ્યુ હતુ, ‘કાજોલ દેશમાં નથી. તેના વૉટ્સએપ પર 98******00 પર કોર્ડિનેટ કરી લો.' આ ટ્વિટ બાદ આખો દેશ કાજોલનો નંબર મિલાવવા લાગ્યો હતો. ઘણા લોકોએ તો તેમને વૉટ્સએપ પર મોકલેલા મેસેજ અને કોલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા. ત્યારબાદ સફાઈ આપતા અજયે કહ્યુ હતુ કે તેણે બધા સાથે મજાક કરી છે.

પતિના મજાક પર ભડકી કાજોલ
અજય દેવગણે એક બીજા ટ્વિટમાં લખ્યુ હતુ, ‘ફિલ્મના સેટ પર પ્રેંક ઘણા બોરિંગ થઈ ગયા છે એટલે વિચાર્યુ અહીં તમારા બધાની મઝા લઉ. આ સ્ટંટ એક પ્રોફેશનલ દ્વ્રારા કરવામાં આવ્યો છે આને ઘર પર ન કરતા.' પતિના આ મજાક પર કાજોલે તેની ક્લાસ લીધી છે. કાજોલે લખ્યુ, ‘એવુ લાગે છે કે તારા મજાક સ્ટુડિયોની બહાર આવી ગયા છે... પરંતુ તેની ઘરમાં કોઈ જગ્યા નથી.'

શું પબ્લિસિટી સ્ટંટ તો નથી બંનેનું ટ્વીટ?
જો કે અજય દેવગણ અને કાજોલના આ ટ્વિટ્સને પબ્લિસિટી સ્ટંટ પણ કહેવામાં આવી રહ્યા છે. કાજોલે જે રીતે પોતાના ટ્વીટમાં 'No Entry' પર જોર આપ્યુ છે. તેના પરથી કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે ક્યાંક આ ફિલ્મ 'No Entry' ની સિક્વલની ઘોષણા કરવાની એક રીત તો નથીને. આવા સમાચારો પહેલા પણ આવી ચૂક્યા છે કે અજય 'No Entry' ની સિક્વલમાં કામ કરી શકે છે. જો કે હજુ કંઈ કન્ફર્મ નથી.

યુઝર્સે કાજોલના ટ્વિટ પર કર્યા મઝાના કમેન્ટ્સ
હાલમાં તો તમે કાજોલના ટ્વિટ પર આવેલા મઝાના કમેન્ટ્સની મઝા લો. જુઓ કાજોલના ટ્વિટ પર યુઝર્સે આપ્યા કેવા કેવા રિએક્શન્સ -












Click it and Unblock the Notifications
