• search

Pics : ભાઈ કરણ નહીં, પતિ અજયની કમ્પની સાથે કમબૅક કરશે કાજોલ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 29 ઑગસ્ટ : ફરી એક વાર બૉલીવુડના સશક્ત અભિનેત્રીઓમાંના એક કાજોલ ચર્ચામાં છે. ખબર છે કે કાજોલ પોતાના પતિ અજય દેવગણના પ્રોડક્શન હાઉસથી કમબૅક કરવા જઈ રહ્યાં છે. જોકે આ અંગે અધિકૃત પુષ્ટિ નથી થઈ, પણ ચર્ચા ગરમ છે.

  અગાઉ એમ સમાચાર આવ્યા હતાં કે કાજોલ ફરી એક વાર પોતાના ફેવરિટ કો-સ્ટાર શાહરુખ ખાન સાથે નજરે પડી શકે છે, પરંતુ હવે જાણવા મળે છે કે ગત વર્ષે અજય દેવગણ તેમજ શાહરુખ ખાન વચ્ચે જબ તક હૈ જાન તથા સન ઑફ સરદારની રિલીઝ મુદ્દે થયેલ તકરારે કાજોલ અને કરણ જૌહરના પ્રોજેક્ટને પણ અટકાવી દીધું છે. તેથી હવે કાજોલ કરણ જૌહર સાથે નહીં, પણ અજયની કમ્પની કમબૅક કરવા તૈયાર છે.

  નોંધનીય છે કે કરણ જૌહર સાથે કાજોલની દરેક ફિલ્મ હિટ રહી છે, તો અજય દેવગણ સાથે અને તેમની કમ્પની સાથે આવેલી કાજોલની દરેક ફિલ્મ સરેરાશ રહી છે. તેથી કાજોલનું પતિ સાથે કમબૅક કેવુંક રહે છે, તે જોવા જેવું રહેશે.

  આવો જોઇએ કાજોલની કેટલીક તસવીરો :

  ત્રણ વર્ષથી બ્રેક

  ત્રણ વર્ષથી બ્રેક

  કાજોલ છેલ્લે 2010માં આવેલી શાહરુખ ખાન સાથેની માય નેમ ઇઝ ખાન તથા અજય દેવગણ સાથેની ટૂનપુર કા સુપરહીરો ફિલ્મોમાં દેખાયા હતાં. જોકે 2012માં કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મમાં કાજોલ મહેમાન કલાકાર તરીકે મોટા પડદે જરૂર આવ્યા હતાં.

  ઈવેંટ્સમાં દેખાતાં કાજોલ

  ઈવેંટ્સમાં દેખાતાં કાજોલ

  રૂપેરી પડદેથી ગાયબ કાજોલ ઈવેંટ્સમાં દેખાય છે. તાજેતરમાં જ તેમણે હેલ્પ ઍ ચાઇલ્ડ રીચ 5 હૅન્ડવૉશિંગ કૅમ્પેન પ્રમોટ કર્યું.

  પરિવારનો આનંદ

  પરિવારનો આનંદ

  કાજોલ પોતાના પતિ અજય દેવગણ તથા બે બાળકો ન્યાસા તેમજ યુગ સાથે પારિવારિક જીવનનો આનંદ માણી રહ્યાં છે. કાજોલે જણાવ્યું - સાચુ કહં તો હું પોતાના બાળકો સાથે પોતાની જિંદગથી ખુશ છું. તેમને ઉછેરી અને તેમની સાથે સમય પસાર કરી હું હકીકતમાં ખુશ છું.

  બાઝીગરથી શરુઆત

  બાઝીગરથી શરુઆત

  બાઝીગર કાજોલની પ્રથમ સફળ ફિલ્મ હતી કે જેમાં તેમના હીરો શાહરુખ ખાન હતાં. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી પણ હતાં. આ ફિલ્મ 1993ની હાઇએસ્ટ ગ્રોસિંગ મૂવી રહી હતી.

  ડીડીએલજેએ કરાવ્યું જમ્પ

  ડીડીએલજેએ કરાવ્યું જમ્પ

  દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજે અંગે તો શું કહેવાય? આ એક બ્લૉકબસ્ટર ફિલ્મ હતી અને બૉલીવુડમાં શારહુરખ-કાજોલની જોડીને ગોલ્ડન પૅર તરીકે સ્થાપિત કરનાર ફિલ્મ હતી. આજે પણ આ ફિલ્મના રાજ-સિમરન લોકોના મગજમાંથી ભુંસાયા નથી. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત લંડન અને સ્વિટ્ઝરલૅન્ડમાં પણ થયુ હતું. કાજોલ આ ફિલ્મ માટે ફિલ્મફૅર બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ જીત્યા હતાં અને સ્ટાર સ્ક્રીન ઍવૉર્ડ માટે નૉમિનેટ પણ થયા હતાં.

  English summary
  Actress Kajol is looking for the kind of script that makes her feel it's worth spending time away from her chidren when she starts shooting for the film.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more