'Kakuda' Trailer: સોનાક્ષી સિન્હાની 'કકૂડા'નુ રસપ્રદ ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે-ક્યાં જોઈ શકશો આ ફિલ્મ
Kakuda Trailer Out: બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'સ્ત્રી'ના નિર્માતાઓની હોરર-કોમેડી ફિલ્મ 'મુંજ્યા'ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને હવે આ ફિલ્મના દિગ્દર્શક આદિત્ય સરપોતદાર આગામી ફિલ્મ 'કાકુડા' લઈને આવી રહ્યા છે. લોકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મનું મજેદાર અને શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી તમને ડર લાગશે અને હસવું આવશે. સોનાક્ષી સિન્હા, રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ સ્ટારર ફિલ્મ 'કાકુડા'નું ટ્રેલર હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

'કાકુડા'ના ટ્રેલરમાં રાતોરી, એક શાપિત ગામ બતાવવામાં આવ્યું છે જ્યાં દરેક ઘરને બે દરવાજા છે. એક મોટો અને બીજો નાનો. નાનકડો દરવાજો કાકુડાનો છે, જે દર મંગળવારે સાંજે 7.15 વાગ્યે આવે છે અને જે કોઈ તેમના માટે દરવાજો ખુલ્લો નથી રાખતો, તેમની વાર્તા 13માં દિવસે પૂરી થાય છે.
ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો તેના પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ZEE5 પર 12 જુલાઈ, 2024ના રોજ રિલીઝ થશે.
ફિલ્મનું ટ્રેલર શેર કરતી વખતે મેકર્સે કેપ્શનમાં લખ્યું છે કે- રાતોરીના રહસ્ય જાહેર થશે અને કકુડાનો શ્રાપ શું છે. હવે દર મંગળવારે સાંજે 7.15 કલાકે દરવાજો ખુલ્લો રાખો, કારણ કે કાકુડા આવવાના છે. લોકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
