Kalki 2898 AD Box Office Collection Day 7 : જવાનને પછાડીને પહેલા નંબર પર પહોચી કલ્કી, જાણો 7 દિવસનું કલેક્શન
પ્રભાસ અને દીપિકા સ્ટારર ફિલ્મ કલ્કી 2898 AD બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ સ્થાપી રહી છે. ફિલ્મે 7માં દિવસે શાહરૂખ ખાનની જવાનને પછાડી દીધી છે.
કલ્કી 2898 એડીએ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કલ્કી 2898 એડી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મને રિલીઝ થયાને 7 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે માત્ર એક સપ્તાહમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ કલ્કી 2898 એડી એ ભારતીય બોક્સ ઓફિસ પર 7 દિવસમાં 393.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કલેક્શન સાથે કલ્કીએ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને માત આપી દીધી છે.
જવાને એક સપ્તાહમાં 389.88 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે, કલ્કી જુનિયર એનટીઆર અને રામ ચરણની ફિલ્મ RRR અને યશની ફિલ્મ KGF ચેપ્ટર 2નો રેકોર્ડ તોડી શકી નથી.
અહેવાલો અનુસાર, કલ્કી 2898 એડીએ સાતમા દિવસે ભારતમાં 23.2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આ સાથે ભારતીય બોક્સ ઓફિસ પર પ્રભાસની ફિલ્મની કમાણી 393.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
આ ફિલ્મે વિશ્વભરમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નાગ અશ્વિનની ફિલ્મે માત્ર 7 દિવસમાં 700 કરોડની કમાણી કરી લીધી છે.
જણાવી દઈએ કે આ ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા હતું, તેથી મેકર્સ ફિલ્મનું આ કલેક્શન જોઈને ખૂબ જ ખુશ છે.
નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ કલ્કી 2898 એડીમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ ઉપરાંત અભિનેતા અમિતાભ બચ્ચન અને કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાનું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે કમલ હાસન નેગેટિવ રોલમાં છે.
આ ફિલ્મમાં દિશા પટણી, વિજય દેવરાકોંડા, દુલકર સલમાન, એસએસ રાજામૌલી, રામ ગોપાલ વર્મા જેવા સ્ટાર્સે કેમિયો કર્યો છે. લોકોને આ ફિલ્મની વાર્તા અને VFX ખૂબ જ પસંદ આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
