Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kalki 2898 AD : હોલિવૂડ ફિલ્મની કોપી છે Kalki 2898 AD? જાણો કેમ લાગી રહ્યો છે ચોરીનો આરોપ?

Kalki 2898 AD : બોલિવૂડમાં આ દિવસોમાં આવનારી ફિલ્મ Kalki 2898 ADની ખુબ ચર્ચા છે. જો કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે.

અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર સાયન્સ-ફિક્શન ફિલ્મ કલ્કી 2898 એડીની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે.

Kalki 2898 AD

હોલીવુડના એક કલાકારે તેના પર ચોરીનો આરોપ લગાવ્યો છે. 600 કરોડ જેવી મેગા બજેટ ફિલ્મ પર આ આરોપો લાગતા વિવાદ સર્જાયો છે.

કલ્કી 2898 એડી પર સાહિત્યચોરીનો આરોપ મૂકનાર હોલીવુડ કલાકારનું નામ ઓલિવર બેક છે. જેમણે ટ્વિટર પર બે ફોટા શેર કરતા આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, એ જોઈને દુઃખ થાય છે કે મેં ફિલ્મ સ્ટાર ટ્રેકઃ પ્રોડિજી માટે કરેલા કેટલાક કામો વૈજયંતી ફિલ્મ્સ (પ્રોડક્શન હાઉસ) દ્વારા તેમના ટ્રેલરમાં ચોરાયા છે.

બેન હિબોન અને એલેસાન્ડ્રો ટેનીના નિર્દેશનમાં મેં સ્ટાર ટ્રેક માટે બનાવેલ આ મેટ પેઈન્ટિંગ છે અને આ ટ્રેલરમાં બરાબર એ જ પેઈન્ટિંગ દેખાય છે.

આ સિવાય ઓલિવર બેકે અન્ય એક ફોટો પણ શેર કર્યો છે. જ્યાં તેમણે આરોપ લગાવ્યો છે કે કલ્કી' મેકર્સે હોલીવુડના પ્રખ્યાત કલાકાર સુંગ ચોઈનું આર્ટ ચોર્યુ છે. જો કે અત્યાર સુધી આ તમામ આરોપો પર કલ્કી 2898 એડીના મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

એક ઈન્ટરવ્યુમાં ઓલિવર બેકે ચોરી પર કાનૂની કાર્યવાહી કરવાના સવાલનો જવાબ આપ્યો. આ ચોરી સીધી રીતે કરવામાં આવી ન હોવાનું તેમણે કબૂલ્યું. પરંતુ તે તેના કામ સાથે ખૂબ મેચ થાય છે, જેથી તે કોર્ટમાં પડકારી શકાય નહીં. આ સ્થિતિમાં તેમના માટે કાયદાકીય કાર્યવાહી કરવી ઘણી મુશ્કેલ બની શકે છે.

ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટણી લીડ રોલમાં છે. આ ફિલ્મ નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત છે અને વૈજયંતિ મૂવીઝ દ્વારા નિર્મિત છે. કલ્કી 2898 એડી 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X