કંગના અને ટોપલેસ તસવીર અંગે કલ્કીનું બોલ્ડ નિવેદન

Written By:
Subscribe to Oneindia News

ઇન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઇટ ટોપલેસ તસવીર મુકવા બદલ હાલ ચર્ચાનું કેન્દ્ર બનેલ કલ્કી કોચલીને એક્ટ્રેસ કંગના રાણાવત અંગે ખાસું બોલ્ડ નિવેદન આપ્યું છે. કલ્કી અને કંગના બંન્ને બોલિવૂડની ફેમિનિસ્ટ એક્ટ્રેસિસમાંની એક છે અને પોતાના મનની વાત બિંદાસ લોકો સામે મુકે છે. કંગના તો પોતાના આ સ્વભાવને કારણે સતત ચર્ચામાં રહે છે. હવે કલ્કીનું નામ પણ એ શ્રેણીમાં જોડાઇ રહ્યું છે.

કોને રોમાન્સ કરવા ઇચ્છશે કલ્કી?

કોને રોમાન્સ કરવા ઇચ્છશે કલ્કી?

રિસન્ટલી કલ્કી કોચલીનને પૂછવામાં આવ્યું હતું કે, તે કઇ ફીમેલ બોલિલૂડ એક્ટ્રેસને ડેટ કે રોમાન્સ કરવા ઇચ્છશે? ત્યારે કલ્કીએ ખચકાયા વગર તુરંત કંગનાનું નામ આગળ ધર્યું હતું. કલ્કીના આ જવાબ પર કંગના રાણાવત શું જવાબ આપે છે, એ જાણવું રસપ્રદ થઇ રહેશે.

કંગનાને ડેટ કરશે કલ્કી

કંગનાને ડેટ કરશે કલ્કી

કલ્કીએ કહ્યું હતું કે, જો મારે કોઇ ફીમેલ એક્ટર સાથે રોમાન્સ કરવાનો હોય તો હું કંગના રાણાવત સાથે રોમાન્સ કરવાનું પસંદ કરીશ. આશા રખીએ કે, કંગના રાણાવત કલ્કીના આ જવાબને લાઇટલી લે અને તેની પર વરસી ન પડે.

કલ્કીની બોલ્ડ તસવીર

કલ્કીની બોલ્ડ તસવીર

કલ્કી કોચલીન ઘણા બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ કરાવી ચૂકી છે, ફિલ્મોમાં પણ તે ઘણા બોલ્ડ અવતારમાં જોવા મળી ચૂકી છે. પરંતુ તેણે આવા પ્રકારનું ફોટોશૂટ કરાવ્યાનું પ્રથમવાર ચર્ચામાં આવ્યું છે. કલ્કીનો આ ફોટો ઇન્ટરનેટ પર પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ફેન્સનો રિસ્પોન્સ

ફેન્સનો રિસ્પોન્સ

કલ્કીની આ તસવીર પર શરૂઆતમાં તો તેને ઇન્ટરનેટ યૂઝર્સ અને ફેન્સ દ્વારા સપોર્ટ અને એપ્રિસિએશન મળ્યું હતું. પરંતુ ત્યાર બાદ ધીરે-ધીરે ઇન્ટરનેટ હેટર્સે તેને પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. તેની અતિ-બોલ્ડ તસવીર સામે અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો છે અને નેગેટિવ કમેન્ટ કરી છે.

ટોપલેસ તસવીર અંગે કલ્કી

ટોપલેસ તસવીર અંગે કલ્કી

આ અંગે મિડ-ડે સાથે વાત કરતાં કલ્કીએ કહ્યું હતું કે, હું જે પણ કરું છું, એ માટે ક્યારેય શરમ અનુભવતી નથી. મહિલા તરીકે આપણને ઘણીવાર પુરૂષના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, પરંતુ આ તસવીર એક મહિલા ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવી છે. આથી જ મને આ ફોટો શેર કરવાની વધુ ઇચ્છા થઇ હતી.

કલ્કી આપવા માંગતી હતી મેસેજ

કલ્કી આપવા માંગતી હતી મેસેજ

આ ફોટો દ્વારા કલ્કી મહિલાઓને સંદેશ આપવા માંગતી હતી કે, તેઓ પોતાના શરીરને સ્વીકારે અને પ્રેમ કરે, ભલે તે ગમે તે શેપમાં હોય. આજે જ્યારે વધુ વજન ધરાવતી અને વધારે પડતી પાતળી, એમ બંન્ને પ્રકારની યુવતીઓ અને મહિલાઓને બોડી શેમિંગનો શિકાર થવું પડે છે, એવામાં કલ્કી આ ફોટો દ્વારા મહિલાઓને પોતાની બોડીમાં કમ્ફર્ટેબલ રહેવાનો મેસેજ આપવા માંગતી હતી. પરંતુ તેના કેટલાક ફેન્સને આ વાત પસંદ નથી પડી.

English summary
Kalki Koechlin revealed that she would love to make out with Kangana Ranaut if given an opportunity. Kalki grabbed headlines by posing nude on Instagram.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.