માલામાલ નથી કરી રહી કમાલ ધમાલ માલામાલ

Kamaal Dhamaal Malamaal
મુંબઈ, 28 સપ્ટેમ્બર : પરેશ રાવલ, નાના પાટેકર, ઓમ પુરી, શ્રેયસ તળપદે, રાજપાલ યાદવ, શક્તિ કપૂર અને અસરાની જેવા કૉમેડીમાં મહારત હાસલ કરનાર મોટા-મોટા એક્ટરો હોવા છતાં ગઈકાલે રિલીઝ થયેલી કૉમેડી ફિલ્મ કમાલ ધમાલ માલામાલ બૉક્સી ઑફિસે ખરાબ રીતે પિટાતી દેખાઈ રહી છે. જોકે ફિલ્મમાં નાના પાટેકર અને પરેશ રાવલે જોરદાર કૉમેડી કરી છે અને રાજપાલ યાદવ તેમજ શ્રેયસ તળપદે ગઝબના શૉટ્સ આપ્યાં છે, પરંતુ આમ છતાં ફિલ્મનું બૉક્સ ઑફિસ કલેક્શન અત્યાર સુધી બહુ ખરાબ રહ્યું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સવારે જ ટ્વિટ કરી જણાવ્યું કે કમાલ ધમાલ માલામાલની શુક્રવારે ઓપનિંગ ઘણી ખરાબ રહી. શુક્રવારે ફિલ્મનું કલેક્શન માત્ર 1.25 કરોડ રહ્યું, જ્યારે તેની સાથે જ રિલીઝ થયેલી ફિલ્મ ઓહ માય ગૉડનું કલેક્શન પણ કઈં ખાસ નહોતું. તેનું કુલ કલેક્શન 4.25 કરોડ રહ્યું.

ઓહ માય ગૉડની પબ્લિસિટી માટે એક ાજુ સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારે ઘણી મહેનત કરી, તો બીજી બાજુ કમાલ ધમાલ માલામાલના પ્રમોશન માટે નાનાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને જણાવ્યુ હતું કે જો ફિલ્મ સારી હોય, તો લોકો તે જોશે. પરંતુ ફિલ્મની આ હાલત જોઈ નાનાને પણ સમજાઈ ગયું હશે કે આજકાલ વગર પ્રમોશને ફિલ્મ ચાલવી મુશ્કેલ જ નહિં, અશક્ય હોય છે.

હાલપુરતુ અત્યારે પ્રથમ જ દિવસના રિપોર્ટ્સ છે. હજુ વીકેન્ડ બાકી છે, પણ ટ્રેડ એનાલિસ્ટનું માનવું છે કે આ વીકેન્ડ પણ ફિલ્મનું કલેક્શન વધવાની શક્યતા નથી. કારણ કે પહેલાંથી જ બર્ફીએ સિનેમા ઘરોમાં કબ્જો જમાવી રાખ્યો છે. આ ઉપરાંત ગયા સપ્તાહે રિલીઝ થયેલી હીરોઇને રહી-સહી જગ્યા લઈ લીધી છે. હવે ઓહ માય ગૉડ તથા કમાલ ધમાલ માલામાલના બૉક્સ ઑફિસ પરફૉર્મન્સને અસર તો થવાની જ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X