કમાલ ખાન વિરુધ્ધ સની લિયોની ફરિયાદ, થઇ શકે છે ધરપકડ
મુંબઇ, 14 ફેબ્રુઆરી: પોર્ન સ્ટારમાંથી અભિનેત્રી બનેલી સની લિયોને અભિનેતા કમાલ ખાનની સામે ફરિયાદ દાખલ કરી છે. સની લિયોને આ ફરિયાદ એ સંદર્ભમાં નોંધાવી છે જ્યારે કમાલ ખાને એક કથિત ટ્વિટ (રેપ સરપ્રાઇઝ સેક્સ છે, ક્રાઇમ નહીં)ને એવું કહીને ફેલાવી હતી કે આ ટ્વિટ સની લિયોનની છે. જોકે આ અંગે સની લિયોને હંમેશા ખુલાશો આપ્યો છે અને જણાવ્યુ છે કે આ ટ્વિટ મે નથી કરી અને મને જાણીજોઇને બદનામ કરવામાં આવી રહી છે.

સની લિયોનના વકીલે જણાવ્યું કે મારા અસીલના નામનો સહારો લઇને ટ્વિટર પર ખોટા આરોપો પોસ્ટ કરી એવું કહેવમાં આવ્યું કે આ ટ્વિટ સની લિયોને કર્યું છે. માટે અમે કમાલખાનની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફરિયાદ મુંબઇના વર્સોવા પોલિસ સ્ટેશનમાં 12 ફેબ્રુઆરીના રોજ નોંધાવવામાં આવ્યો છે.
કલાલ રાશિદ ખાનના ટ્વિટર પર કમેન્ટ બાદ સની લિયોને 4 ફેબ્રુઆરીના રોજ મુંબઇ પોલીસના સાઇબર ક્રાઇમ સેલમાં પણ ફરિયાદ નોંધાવી હતી. માનવામાં આવે છે કે આ મામલે કમાલ ખાનની ધરપકડ પણ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
