કમલ હસન કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ કરાયા!
ફેમસ એક્ટર અને પોલિટિશિયન કમલ હસન કોરોના સંક્રમિત થયા છે, તેમણે પોતે ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે. અહેવાલ છે કે કમલ હસન તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા.
નવી દિલ્હી, 22 નવેમ્બર : ફેમસ એક્ટર અને પોલિટિશિયન કમલ હસન કોરોના સંક્રમિત થયા છે, તેમણે પોતે ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે. અહેવાલ છે કે કમલ હસન તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા, ત્યારબાદ તેમને ખાંસી અને શરદી થઈ હતી. આ પછી તેમણે ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો. તેની ટીમે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

હવે સમજાયુ કે મહામારી ઓછી નથી થઈ
કમલ હસને તમિલ ભાષામાં ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું કે 'હવે હું સમજી ગયો છું કે રોગચાળો ઓછો થયો નથી, મને યુએસ ટ્રિપથી પાછા ફર્યા બાદ થોડી ઉધરસ થઈ હતી, ટેસ્ટ કરાવ્યો અને ખબર પડી કે મને કોરોના થઈ ગયો છે, હાલમાં હું આઈસોલેશનમાં છું. તમે લોકો પણ ધ્યાન રાખો અને કાળજી લો. હાલમાં કમલ હસન ચેન્નઈની એક હોસ્પિટલમાં દાખલ છે.

કમલ હશન કમાલના અભિનેતા છે
તમને જણાવી દઈએ કે બહુર્મુખી પ્રતિભાના ધની કમલ હસન ચાલીસ વર્ષ કરતા વધુ સમયથી સિલ્વર સ્ક્રીન પર ચમકી રહ્યા છે. તેમણે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યું છે. તેની ફિલ્મોના દરેક પાત્રમાં પ્રવેશી જવુ તેની વિશેષતા છે, તેથી જ કમલે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં તેમણે અદ્ભુત કામ કર્યું છે.

મનોરંજનનું પૂર્ણ પેકેજ
કમલ હસન માત્ર એક અભિનેતા નથી પરંતુ મનોરંજનનું સંપૂર્ણ પેકેજ છે. અભિનેતા હોવા ઉપરાંત, તે દિગ્દર્શક, પટકથા લેખક, નિર્માતા, પ્લેબેક સિંગર અને ગીતકાર પણ છે. તેઓ ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. તેમને મૂંદરમ પીરાઈ, નાયાગન અને ઈન્ડિયન ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

કમલ હસન બે દીકરીઓના પિતા છે
પોતાના અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર કમલ હસન બે પુત્રીના પિતા છે. સંપત્તિ, પ્રસિદ્ધિ, બાળકો અને લિવ ઇન રિલેશન પછી પણ આજે કમલ હસન જીવનમાં એકદમ એકલા છે. વર્ષ 2016માં તે અને તેની લિવ ઇન પાર્ટનર ગૌતમી તાડીમલ્લા અલગ થઈ ગયા હતા, બંને 13 વર્ષથી લિવઇન રિલેશનમાં હતા, જેથી બંનેનું અલગ થવું એ એક મોટા સમાચાર હતા.

કમલ હસને બે વાર લગ્ન કર્યા છે
કમલ હસને બે વાર લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન નૃત્યાંગના વાણી ગણપતિ સાથે થયા હતા, જેની સાથે કમલે 1978માં લગ્ન કર્યા હતા, પરંતુ 10 વર્ષ પછી લગ્ન તૂટી ગયા હતા. આ પછી ફિલ્મ અભિનેત્રી સારિકાએ કમલના જીવનમાં પ્રવેશ કર્યો, જેના વિશે એવું કહેવાય છે કે જ્યારે સારિકા ગર્ભવતી થઈ ત્યારે બંનેએ લગ્ન કરી લીધા હતા.

બે દીકરીઓ શ્રુતિ હસન અને અક્ષરા હસન છે
કમલ હસને 1988માં અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે દીકરીઓ શ્રુતિ હસન અને અક્ષરા હસન છે. કમલ અને સારિકાએ વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા. આ પછી કમલ ગૌતમી તાડીમલ્લા સાથે લિવ ઈનમાં રહ્યા પરંતુ 13 વર્ષ પછી આ સંબંધ ખતમ થઈ ગયો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
