For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગનાને કેમ આપવામાં આવી વાય પ્લસ સુરક્ષા? મોદી સરકારના મંત્રીએ જણાવ્યુ કારણ

કેન્દ્ર સરકાર તરફથી કંગનાને વાય શ્રેણી(વાય પ્લસ)ની સુરક્ષા સરકાર વિશે નિવેદન જારી કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શિવસેેનાના વિવાદ બાદ અભિનેત્રી કંગના રનૌતને મળેલી વાય પ્લસ સુરક્ષા વિશે સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી વાય શ્રેણી(વાય પ્લસ)ની સુરક્ષા સરકાર વિશે નિવેદન જારી કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ શુક્રવારે કહ્યુ કે કંગના રનૌતને વાય પ્લસ શ્રેણીની સુરક્ષા, તેમના પિતાની રિક્વેસ્ટ પર આપવામાં આવી છે. તેમણે કહ્યુ કે રનૌતના પિતાએ પોતાના ગૃહ રાજ્યમમાં હિમાચલ પ્રદેશની સરકાર પાસે સુરક્ષા માંગી હતી જેને કેન્દ્રને પ્રેષિત કરી દેવામાં આવી હતી.

કંગના રનૌતના પિતાની રિક્વેસ્ટ પર આપવામાં આવી વાય પ્લસ

કંગના રનૌતના પિતાની રિક્વેસ્ટ પર આપવામાં આવી વાય પ્લસ

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ શુક્રવારે હૈદરાબાદમાં પત્રકારોને કહ્યુ કે કંગનાના પિતા અનુસાર અભિનેત્રી સામાજિક વિષયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહી હતી જે મહારાષ્ટ્રના અમુક લોકોને ગમ્યુ નહિ. રેડ્ડીએ કહ્યુ કે કંગના રનૌતના પિતાએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને મુલાકાત કરીને આવેદન સોંપ્યુ હતુ કે તેમની દીકરીને ડરાવવા ધમકાવવામાં આવી રહી છે. રનૌતના પિતાના અનુરોધ પર મુખ્યમંત્રીએ કેન્દ્રને સ્થિતિથી અવગત કરાવ્યા. ત્યારબાદ સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.

સુરક્ષાનો ખર્ચ કોણ ઉઠાવશે તેના પર મંત્રીએ આપ્યા આ જવાબ

સુરક્ષાનો ખર્ચ કોણ ઉઠાવશે તેના પર મંત્રીએ આપ્યા આ જવાબ

જી કિશન રેડ્ડીને જ્યારે પૂછવામાં આવ્યુ કે સુરક્ષામાં થનાર ખર્ચની ચૂકવણી સરકાર કરશે કે કંગના રનૌત, ત્યારે મંત્રીએ સ્પષ્ટ જવાબ ન આપ્યો. કેન્દ્રીય મંત્રી રેડ્ડીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સીબીઆઈ, સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહી છે અને આમાં કેન્દ્રની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યુ કે જ્યારે પણ બે રાજ્યો વચ્ચે ટકરાવની સ્થિતિ થઈ જાય છે ત્યારે કેન્દ્રએ વચમાં આવીને હસ્તક્ષેપ કરવો પડે છે.

કંગનાએ પોતાના જીવને જોખમ ગણાવ્યુ હતુ

કંગનાએ પોતાના જીવને જોખમ ગણાવ્યુ હતુ

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલિસ અને મહારાષ્ટ્ર વિશે કંગનાના એક નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. તેણે દાવો કર્યો કે મુંબઈમાં અસુરક્ષિત અનુભવે છે. ત્યારબાદ શિવસેનાના નેતા સંજય રાઉતે તેને મુંબઈમાં પાછા ન આવવા માટે કહ્યુ હતુ. રાઉતના આ નિવેદન બાદ અભિનેત્રીએ મુંબઈની તુલના પીઓકે સાથે કરી હતી.

બૉલિવુડથી એક દુઃખદ સમાચાર, અનુરાધા પોંડવાલના દીકરાનુ નિધનબૉલિવુડથી એક દુઃખદ સમાચાર, અનુરાધા પોંડવાલના દીકરાનુ નિધન

English summary
Kangana has given Y-plus security cover on her father's request.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X