એક માસની તૈયારી નથી ‘રજ્જો’ : કંગના

મુંબઈ, 11 નવેમ્બર : કંગનાના કૅરિયર માટે આ વર્ષ સારૂ રહ્યું. પહેલા તો તેમણે ક્રિશ 2માં એક સુપર વુમનનો રોલ કર્યો અને તેમના પાત્રની સૌએ પ્રશંસા પણ કરી. પછી તેમની ફિલ્મ રજ્જોમાં પણ તેમના એક વેશ્યાના રોલને બહુ પસંદ કરાઈ રહ્યો છે. ઉપરાંત પોતે કંગના રાણાવત પણ પોતાના આ બંને પાત્રોને લઈને ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છે, કારણ કે તેમને અંતે પોતાના હુનરને અજમાવવાની અને લોકો સમક્ષ પોતાનો હુનર દાખવવાની તક મળી જ ગઈ.

rajjo
કંગનાએ જણાવ્યું કે તેમને રજ્જોના પાત્રમાં શાસ્ત્રીય સંગીત પર ડાન્સ પરફૉર્મન્સ આપવાની જે તક મળી, તે અગાઉ નહોતી મળી. કંગનાએ થોડાક સમય અગાઉ એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે ક્રિશ 3ની સુપર વુમનનો રોલ ભજવવા માટે તેમણે બહુ પહેલાથી મહેનત શરૂ કરી નાંખી હતી. જે હાઈ કિક્સ તેમણે રજ્જો ફિલ્મમાં બતાવ્યાં છે, તેમને કરવા માટે માત્ર ત્રણ માસનો સમય પુરતો નથી હોતો. વર્ષોથી પ્રેક્ટિસ કર્યા બાદ જ તેઓ આજે આટલી બહેતરીન કિક્સ અને સ્પિલિટ્સ કરી શકે છે.

ઉપરાંત તાજેતરમાં જ રજ્જો અંગે કંગનાએ જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષોથી શાસ્ત્રીય નૃત્ય શીખી રહ્યાં છે અને આ ડાન્સ પ્રૅક્ટિસ તેમના રજ્જો તરીકેના રોલમાં કામ આવી. કંગના રાણાવત એમ પણ બોલ્યાં કે તેઓ શાસ્ત્રીય નૃત્ય એટલા માટે શીખતા હતાં, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે એક દિવસ તેઓ આ નૃત્ય દર્શકો સમક્ષ રજૂ કરે. તેમને ખૂબ જ ખુશી છે કે રજ્જોમાં તેમને આમ કરવાની તક મળી. રજ્જો 15મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X