For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રનૌતને કેન્દ્ર સરકારે આપી 'Y' કેટેગરીની સુરક્ષા

સૂત્રો મુજબ કંગના રનોતને મળી રહેલી ધમકીઓના કારણે ગૃહ મંત્રાલયે તેને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનોતે જે રીતે મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેણે સુશાંતના મોત બાદથી જ મહારાષ્ટ્ર, મુંબઈ પોલિસ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરિવારવાદ સામે મોરચો ખોલી રાખ્યો છે. હાલમાં જ કંગનાએ મુંબઈની સરખામણી પીઓકે સાથે કરી હતી તે બાદ તેનો વિરોધ થઈ રહ્યો છે અને તેને ધમકી મળી રહી છે. આ બધા વચ્ચે ગૃહ મંત્રાલયે કગના રનોતને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. સૂત્રો મુજબ કંગના રનોતને મળી રહેલી ધમકીઓના કારણે ગૃહ મંત્રાલયે તેને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. જો કે આનુ અધિકૃત એલાન કરવામાં આવ્યુ નથી પરંતુ કંગના રનોતે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ આપી છે કે તેને સુરક્ષા આપવામાં આવી છે.

ધમકીઓના કારણે મળી સુરક્ષા

ધમકીઓના કારણે મળી સુરક્ષા

વાસ્તવમાં કંગના રનૌતે કહ્યુ છે કે તે ધમકીઓથી ડરવાની નથી અને 9 સપ્ટેમ્બરે તે મુંબઈ આવી રહી છે. મુંબઈ કોઈના બાપની નથી. કંગના વિશે શિવસેના નેતા સંજય રાઉતે વિવાદિત ટિપ્પણી કરી હતી અને તેના માટે ગાળનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ કંગનાએ તેમના પર પલટવાર કરીને કહ્યુ હતુ કે તમારા જેવા લોકોની માનસિકતાના કારણે મહિલાઓ સાથે ગુના થાય છે. તમને જણાવી દઈએ કે કંગનાએ મુંબઈની સરખામણી પાક અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે સાથે કરી હતી ત્યારબાદ તેને ધમકીઓ મળવા લાગી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે તેને વાય કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે જેમાં હવે કંગના સાથે 11 સુરક્ષાકર્મી ચાલશે. કંગના સાથે 11 સુરક્ષાકર્મી અને કમાંડો ચાલશે. કંગનાએ આ વિશે એક ટ્વિટ પણ કર્યુ છે.

અમિત શાહનો આભાર માન્યો

અમિત શાહનો આભાર માન્યો

કંગનાએ ટ્વિટ કરીને લખ્યુ, આ સાબિતી છે કે હવે કોઈ દેશભક્તના અવાજને કોઈ ફાંસીવાદી કચડી નહિ શકે, હું અમિત શાહજીની આભારી છુ કે તે ઈચ્છતા તો મને સ્થિતિના કારણે મને થોડા દિવસ બાદ મુંબઈ જવાની સલાહ આપી શકતા હતા પરંતુ તેમણે ભારતની એક દીકરીના વચનોનુ માન રાખ્યુ, અમારા સ્વાભિમાન અને આત્મસમ્માનની લાજ રાખી, જય હિંદ.

હિમાચલ સરકારે પણ સુરક્ષા આપવાનુ કર્યુ હતુ એલાન

હિમાચલ સરકારે પણ સુરક્ષા આપવાનુ કર્યુ હતુ એલાન

તમને જણાવી દઈએ કે રવિવારે હિમાચલ પ્રદેશ સરકારે કહ્યુ હતુ કે તે કંગના રનૌતને સુરક્ષા પૂરી પાડશે. એટલુ જ નહિ રિપોર્ટની માનીએ તો સરકારે મુંબઈ સુધી કંગનાને સુરક્ષા પૂરી પાડવાની વાત કહી છે. આ વાતની માહિતી ખુદ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આપી હતી.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર સંબોધનની મહત્વની વાતોપીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર સંબોધનની મહત્વની વાતો

English summary
kangana Ranaut gets Y category security amid threat over her remarks on Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X