કંગના કરશે મુજરો, લગ્નનો હાલ કોઈ ઇરાદો નથી
મુંબઈ, 8 ઑક્ટોબર : ગૅંગસ્ટર તથા વો લમ્હે જેવી સીરિયસ અને સુંદર ફિલ્મો કરનાર તથા સૌંદર્ય ક્વીન કંગના રાણાવત ટુંકમાં જ એક મુજરો કરનારા તરીકે દેખાશે. કંગનાએ તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ ક્રિશ 3ના પ્રમોશન દરમિયાન જણાવ્યું કે આ ફિલ્મમાં તેમનો રોલ બહુ જુદો છે. સુપરવમનનો રોલ પહેલી વખત ભજવી રહ્યાં છે કંગના રાણાવત, પરંતુ તેમના આ રોલની ઝલક પામી લોકો તેમના ફૅન થઈ ગયાં છે.

કંગનાએ તાજેતરમાં જ પોતાના લગ્ન અંગે જણાવ્યું કે તેમનો હાલ લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. 26 વર્ષીય કંગનાએ જણાવ્યું - હું અત્યારે એકલી છું અને હું હાલ કોઈની સાથે લગ્ન નથી કરી રહી. કંગના રાણાવતની ફિલ્મ રજ્જો 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે કે જેમાં તેઓ એક મુજરો કરનારી સ્ત્રીના રોલમાં છે.
કંગનાએ આ વર્ષે અનેક સારા રોલ્સમાં પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા સુપરવુમન અને તે પછી મુજરો કરનાર સ્ત્રી. બંને રોલમાં કંગનાને જોવા લોકો આતુર છે. કંગના પોતે પણ પોતાના આ નવા સ્વરૂપો અંગે ઉત્સાહિત છે. રજ્જો ફિલ્મમાં તો કંગના રાણાવત 17 વર્ષીય છોકરા સાથે ઇશ્ક લડાવતાં દેખાશે કે જે રોલ પારસ અરોરા કરી રહ્યો છે, તો ક્રિશ 3 હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ છે કે જેમાં કંગના વિલનના રોલમાં છે.












Click it and Unblock the Notifications
