ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં બતાવાશે મણિકર્ણિકા, કંગનાએ કહ્યુ, મૂવી માફિયાને એક તમાચો
લેટેસ્ટ રિપોર્ટ્સની માનીએ તો કંગનાની મણિકર્ણિકાને Bucheon ઈન્ટરનેશનલ ફેનટાસ્ટિક ફિલ્મ ફેસ્ટીવલ માટે પસંદ કરવામાં આવી છે.
કંગના રનોતની ફિલ્મ મણિકર્ણિકા આ વર્ષની સફળ ફિલ્મોમાં શામેલ છે. ફિલ્મ લોકોને ઘણી પસંદ પડી. સાથે બૉક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારી કમાણી કરી. આ ફિલ્મ સાથે કંગનાએ એ બધા પ્રોડ્યુસર્સને ખોટા સાબિત કર્યા જે વિચારતા હતા કે હીરો પ્રધાન ફિલ્મોની તુલનામાં મહિલા પ્રધાન ફિલ્મો બૉક્સ ઑફિસ પર એટલી સફળ નથી થઈ શકતી.

લેટેસ્ટ રિપોર્ટ્સની માનીએ તો કંગનાની મણિકર્ણિકાને Bucheon ઈન્ટરનેશનલ ફેનટાસ્ટિક ફિલ્મ ફેસ્ટીવલ માટે પસંદ કરવામાં આવી છે. કંગના આ સમાચારથી ખૂબ ઉત્સાહિત છે. તેમણે કહ્યુ, 'આ મૂવી માફિયાઓને એક જોરદાર તમાચો છે.' તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ફેસ્ટીવલ એશિયાની સૌથી મોટો ફિલ્મ ઈવેન્ટ છે.
આ ફિલ્મ ફેસ્ટીવલમાં ભારતથી મણિકર્ણિકા, આલિયા-રણવીરની ગલી બૉય અને આયુષ્માન ખુરાના-તબ્બુની ફિલ્મ અંધાધુન બતાવવામાં આવશે. કોઈ શંકા નથી કે ત્રણે ફિલ્મો ઘણી અલગ છે અને બોલિવુડને પ્રભાવી રીતે રજૂ કરે છે. ફિલ્મ ફેસ્ટીવલમાં મણિકર્ણિકાના સિલેક્શન પર કંગનાએ ખુશી વ્યક્ત કરી છે અને સાથે જ બોલિવુડના લોકો પર કટાક્ષ કર્યો છે. અભિનેત્રીએ કહ્યુ કે, અમને જાણીને બહુ ખુશી થઈ રહી છે. ખાસ કરીને ત્યારે જ્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ગલી બૉયની એટલી પ્રશંસા કરી પરંતુ કોઈએ પણ મણિકર્ણિકા વિશે એક પણ શબ્દ ન કહ્યો.
કંગનાએ કહ્યુ, મૂવી માફિયાએ આ ફિલ્મને ખતમ કરવાની કોશિશ કરી પરંતુ મણિકર્ણિકાને કોમર્શિયલ સક્સેસ મળી અને હવે ઈન્ટરનેશનલ ઓળખ પણ મળી ગઈ. મોટી ફિલ્મોના મૂવી માફિયાઓ પર આ એક તમાચો છે. આજના સમયમાં તમે કોઈ ફિલ્મની સફળતાને રોકી ન શકો, જ્યારે દુનિયા સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિવારની જેમ થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
