પોતાના લગ્નને લઇ કંગના રનોતે ખોલ્યુ રાઝ, કહ્યું- મારા જીવનમાં એ આવશે...

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હાલમાં ચર્ચામાં છે. હાલમાં જ તેની આગામી ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કંગના રનૌત આ ફિલ્મની ક્રિએટિવ પ્રોડ્યુસર છે. હાલમાં કંગના રનૌત પોતાની ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આવા જ એક પ્રોફેશનલ ઈવેન્ટમાં કંગનાએ પોતાના લગ્નના પ્લાનિંગ વિશે ખુલીને વાત કરી હતી.

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કંગના રનૌતે કહ્યું- દરેક વસ્તુનો સમય હોય છે અને જો તે સમય મારા જીવનમાં આવવાનો છે તો તે આવશે. મારે લગ્ન કરવા છે અને મારો પોતાનો પરિવાર જોઇએ... પણ તે યોગ્ય સમયે થશે.

Kangana Ranaut

સાઈ કબીર શ્રીવાસ્તવ ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ના નિર્દેશક છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની જોડી જોવા મળશે. આ ફિલ્મ 23 જૂનથી OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર સ્ટ્રીમ થશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. ટ્રેલરમાં નવા પરિણીત યુગલના જીવનની ધમાલ જોવા મળે છે.

કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ 'ચંદ્રમુખી 2'માં પણ જોવા મળશે. આ ફિલ્મ તમિલ હોરર કોમેડી 'ચંદ્રમુખી'ની રિમેક છે, જેમાં રજનીકાંત અને જ્યોતિકા અભિનીત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X