• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઝાયરા વસીમે બોલિવુડ છોડવા પર હવે કંગનાએ આપ્યુ મોટુ નિવેદન, જાણો શું કહ્યુ

|

'દંગલ' ગર્લ ઝાયરા વસીમના બોલિવુડ છોડવાના નિર્ણયે લોકોને ચોંકાવી દીધા હતા, બોલિવુડથી લઈને પોલિટિકલ સેલિબ્રિટીઝ સુધી બધાએ ઝાયરાના નિર્ણય પર કમેન્ટ કરી હતી. અમુક તેમના નિર્ણયના પક્ષમાં હતા તો અમુકને ઝાયરાનો આ નિર્ણય ગમ્યો નહિ અને તેમણે તેની ટીકા કરી. ઝાયરા વિશે હવે બોલિવુડ ક્વીન કંગના રનોતે પણ મોટુ નિવેદન આપ્યુ છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના 'Private Holiday' ફોટા છોડો, વીડિયો પણ વાયરલ

ઝાયરા વસીમના બોલિવુડ છોડવા પર કંગનાએ આ કહ્યુ

ઝાયરા વસીમના બોલિવુડ છોડવા પર કંગનાએ આ કહ્યુ

પોતાના બેબાક નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં છવાયેલી રહેતી કંગનાએ કહ્યુ કે આ એક મોટુ પગલુ છે, ધર્મ તમને મજબૂત બનાવે છે, કોઈ પણ વસ્તુ જીવનમાં પૂર્ણ કરવા માટે હોય છે, પૂરી એટલે કે સફળ અને તમને એમ લાગતુ હોય કે તમારી જીંદગી પહેલેથી જ પૂર્ણ (સફળ) છે તો તમારી આસપાસ બીજા પણ ઘણા કામ છે, પોતાના પરિવાર અને દોસ્તોની મદદ કરો, કાવેરી સૂકાઈ રહી છે, અહીં ઘણુ બધુ છે કરવા માટે એટલા માટે કામ કરો અને કોશિશ કરો અને પોતાની આસપાસનો માહોલ પૂર્ણ કરો, કોઈ પણ ધર્મની જરૂરી મૂળભૂત જરૂરિયાત તમને સશક્ત બનાવવાની છે નહિ કે તમને અલગ કરવાની.

સિક્રેટ સુપરસ્ટારે ધર્મ માટે બોલિવુડ છોડ્યુ

સિક્રેટ સુપરસ્ટારે ધર્મ માટે બોલિવુડ છોડ્યુ

ઉલ્લેખનીય છે કે સીક્રેટ સુપરસ્ટારની અભિનેત્રી ઝાયરા વસીમે અચાનક બોલિવુડ છોડવાનું એલાન કરીને ચોંકાવી દીધા હતા. ઝાયરાએ એક પોસ્ટ દ્વારા એક્ટિંગ છોડવાનું એલાન કર્યુ હતુ. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે તેમને લાગે છે કે તે એક્ટિંગના કારણે અલ્લાહથી દૂર થઈ રહી છે, ઝાયરાએ ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર એક લાંબુ સ્ટેટમેન્ટ શેર કરીને પોતાના દિલની વાત શેર કરી હતી. ઝાયરાએ લખ્યુ હતુ કે 5 વર્ષ પહેલા મે બોલિવુડમાં આવવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ, આ મુસાફરી મારા માટે સરળ નથી રહી. હું સતત 5 વર્ષોથી લડી રહી છુ પરંતુ હવે હિંમત નથી એટલા માટે હું બોલિવુડથી પોતાનો સંબંધ હંમેશા માટે તોડી રહી છુ.

એક્ટિંગ મારા ધર્મની આડે આવી રહી છેઃ ઝાયરા

એક્ટિંગ મારા ધર્મની આડે આવી રહી છેઃ ઝાયરા

ઝાયરાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યુ હતુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાવાના કારણે તે પોતાના ધર્મ ઈસ્લામથી દૂર થઈ રહી છે પરંતુ તે છેલ્લા ઘણા સમયથી કોશિશ કરી રહી હતી કે તે જે કરી રહી છે તે બધુ યોગ્ય નથી પરંતુ છેવટે સમજાઈ ગયુ કે પોતાના ઈસ્લામ ધર્મની બતાવેલ રસ્તે ચાલવામમાં એક વાર નહિ પરંતુ 100 વાર નિષ્ફળ રહી છે, નવી લાઈફ સ્ટાઈલમાં તે ફિટ નથી થઈ રહી આના કારણે તે હવે થાકી ગઈ છે અને તેમણે સિનેમાને છોડવાનો નિર્ણય કરી લીધો છે.

ઝાયરા વસીમના નિર્ણય પર ઘણા સવાલો ઉઠ્યા

ઝાયરા વસીમના નિર્ણય પર ઘણા સવાલો ઉઠ્યા

ત્યારબાદ ઝાયરા વસીમના નિર્ણય પર ઘણા સવાલો ઉભા થઈ ગયા છે, લોકોએ સોશિયલ મીડિયા પર ઝાયરાએ સવાલ કર્યા છે કે શું કોઈ તમને ડરાવી રહ્યુ છે કે પછી કંઈ બીજી વાત છે જેના કારણે તમે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે કે કોઈ બીજુ કારણ છે કે જેના કારણે તમે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. જો કોઈ બીજુ કારણ હોય તો જણાવો, ધર્મને વચમાં લાવીને વિવાદ ના પેદા કરો. ગીતા ફોગાટના બાળપણની ભૂમિકા નિભાવી. તમને જણાવી દઈએ કે આમિર ખાનની ફિલ્મ દંગલમાં ગીતા ફોગાટના બાળપણની ભૂમિકા નિભાવી. ઝાયરા વસીમે કાશ્મીરની વાદીઓમાંથી નીકળીને ફિલ્મી કેનવાસ સુધી પહોંચવાનુ સરળ નહોતુ. તેમને ફિલ્મોમાં કામ કરવાથી તેમના માતાપિતાએ ઘણા રોક્યા હતા કારણકે તેમણે આજે પણ લાગે છે કે ફિલ્મોમાં કામ કરવુ સારી વાત નથી.

ઝાયરા વસીમનો જન્મ શ્રીનગરમાં થયો

ઝાયરા વસીમનો જન્મ શ્રીનગરમાં થયો

ઝાયરા વસીમનો જન્મ શ્રીનગરમાં થયો હતો. તે અડધી કાશ્મીરી અને અડધી પંજાબી છે. તેમની મા ઝારકા વસીમ છે અને તેમના પિતા ઝાહિદ વસીમ છે, તે બંને લોકો જમ્મુ કાશ્મીરની બેંકમાં Executive Manager છે. તે જમ્મુ કાશ્મીર સ્થિત St. Paul's International Academyમાં અભ્યાસ કરી રહી છે. અહીંની જ પ્રિન્સિપાલે ઝાયરાના મા-બાપને કહ્યુ કે તે ઝાયરાને ફિલ્મોમાં જવાથી ના રોકે, તેની અંદર ઘણી પ્રતિભા છે. ત્યારે તેમને દંગલ ફિલ્મમાં કામ કરવાની પરમિશન મળી. દંગલ ફિલ્મમાં ઝાયરાએ ગીતા ફોગાટની ભૂમિકા નિભાવી હતી.

ફ્લાઈટમાં થયુ હતુ શારીરિક ઉત્પીડન

ફ્લાઈટમાં થયુ હતુ શારીરિક ઉત્પીડન

લગભગ દોઢ વર્ષ પહેલા ઝાયરા એટલા માટે ચર્ચિત થઈ હતી જ્યારે તેમણે પોતાના સાથે ફ્લાઈટમાં શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવીને સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, તેમનો આરોપ હતો કે વિસ્તારા એરલાઈન્ટની ફ્લાઈટમાં તેમની પાછળ બેઠેલા વ્યક્તિએ તેની છેડતી કરી, તે વ્યક્તિ પોતાના ગંદા ઈરાદા હેઠળ પોતાના પગથી તેની ગરદન અને પીઠને રગડતો હતો પરંતુ પાસે બેઠેલા વ્યક્તિઓએ તેને કંઈ કહ્યુ નહિ અને ના તેને રોક્યો. વીડિયોમાં ઝાયરા રોઈ રહી હતી અને છોકરીઓની સુરક્ષા વિશે સવાલ કર્યા હતા.

પહેલા પણ રહી છે વિવાદોની શિકાર

માત્ર બે ફિલ્મો દ્વારા લોકોના દિલોમાં જગ્યા બનાવનાર ઝાયરા વસીમ થોડા સમય પહેલા પોતાના રાજ્યવાસીઓની ટીકાની શિકાર થઈ હતી કારણકે રાજ્યના અમુક લોકોને એ વાત પર તેમનો ગુસ્સો આવ્યો હતો કે તેમણે પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત હતી ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેમની ઘણી બુરાઈ કરી હતી. લોકોની નારાજગી જોઈને ઝાયરાએ ફેસબુક પર માફીનામુ પણ લખ્યુ હતુ કે એ એક ખુલ્લી માફી છે. હું જાણુ છુ કે ઘણા લોકોએ મારી હાલની ગતિવિધિઓ કે જે લોકોને મળી છુ તેનાથી ઘણુ ખોટુ લાગ્યુ છે. મને રોલ મોડલ સમજવી તેમની બેઈજ્જતી થશે અને તેમની બેઈજ્જતી અમારા બેઈજ્જતી હશે.

English summary
here's what Kangana Ranaut had to say about Zaira Wasim's recent exit from Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X