અને પારસે કંગના માટે છોડી દીધી પરીક્ષા
મુંબઈ, 13 એપ્રિલ : આજકાલ બૉલીવુડની બબલી ગર્લ કંગના રાણાવત ઘણા વખતથી ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ રજ્જો કે જેમાં તેઓ તવાયફનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મની વાર્તા અંગે તો હાલ કોઈ ખુલાસો થયો નથી, પરંતુ એટલું નક્કી છે કે આ ફિલ્મ ખૂબ હટ કે હશે.

રજ્જો ફિલ્મ અંગે વધુ એક ચોંકાવની બાબત સામે આવી છે. આ વાત છે ફિલ્મના કો-સ્ટાર પારસ અરોરાની. ફિલ્મમાં કંગના રાણાવતના હીરો પારસ અરોરા છે. તેમની ઉંમર 17 વરસ છે અને તેઓ કંગના કરતાં વયમાં લગભગ 7 વરસ નાના છે.
પારસ અરોરાને ટેલીવિઝનના દર્શકો સારી રીતે જાણે છે, કારણ કે તેમનો વીર શિવાજી શો ખૂબ લોકપ્રિય થઈ ચુક્યો છે. કહે છે કે પારસને જ્યારે રજ્જો ફિલ્મ ઑફર કરાઈ, ત્યારે તેમને બોર્ડની પરીક્ષા આપવાની હતી, પરંતુ પારેસ ફિલ્મ માટે પરીક્ષા છોડી દીધી, કારણ કે તેઓ કંગના રાણાવત સાથે મળેલી ફિલ્મની સુવર્ણ તક છોડવા નહોતા માંગતાં.
રજ્જો ફિલ્મના દિગ્દર્શક વિશ્વાસ પાટિલ છે. ફિલ્મમાં કંગના રાણાવત, પારસ અરોરા ઉપરાંત જયા પ્રદા, મહેશ માંજરેકર અને પ્રકાશ રાજ પણ છે. મહેશ કિન્નરનો, તો પ્રકાશ ભ્રષ્ટ નેતાનો રોલ ભજવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
