કંગના રનોતનુ ટ્વિટરમાં કમબેક, ટ્વિટ કરી જણાવી ખુશી, જુઓ શું કહ્યું?
અભિનેત્રી કંગના રનૌત તેના ટ્વિટર હેન્ડલ પરથી પ્રતિબંધ હટાવવાથી ઘણી ખુશ છે. તેણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, અહીં પાછા આવીને સારું લાગ્યું. તેણે એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે.
કંગના રનૌત ટ્વિટર પરનો પ્રતિબંધ હટાવવાને લઈને ઉત્સાહિત છે. પ્રતિબંધ હટાવ્યા બાદ કંગનાએ અડધા કલાકમાં બે ટ્વિટ કરી હતી. @KanganaTeam હેન્ડલ પાછું મેળવવા પર, કંગનાએ કહ્યું કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાછા ફરવું સારી લાગણી છે. તેણે તેની આગામી ફિલ્મ ઈમરજન્સીનો ટ્રેલર વીડિયો પણ શેર કર્યો.

કંગના રનૌતને ટ્વિટર પર શા માટે પ્રતિબંધીત કરવામાં આવી હતી?
સ્પષ્ટવક્તા માટે લોકપ્રિય હોવા ઉપરાંત, અભિનેત્રી કંગના રનૌત વિવાદોમાં પણ ફસાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન કંગના મહારાષ્ટ્ર સરકાર સાથેના સંઘર્ષને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. કંગનાના ટ્વિટર હેન્ડલ - @KanganaTeam પર સોશિયલ મીડિયાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેણે અડધા કલાકમાં બે ટ્વીટ કર્યા હતા.
|
કંગનાએ ટ્વિટર પર કર્યું કમબેક, તેણે કયો વીડિયો ટ્વીટ કર્યો?
આગામી ફિલ્મ ઈમરજન્સીનો વીડિયો ટ્વીટ કરીને કંગનાએ જણાવ્યું કે ઓક્ટોબર 2023માં આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળને સિલ્વર સ્ક્રીન પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
|
કંગનાના ટ્વિટર પર લાખો ફોલોઅર્સ
કંગનાના સોશિયલ મીડિયા પર લગભગ 30 લાખ ફોલોઅર્સ છે. તેના ચાહકોની સંખ્યાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બંને ટ્વિટ એક કલાકથી ઓછા સમયમાં 30 હજારથી વધુ લોકો સુધી પહોંચી ગઈ છે. ટ્વિટર પર પાછા ફરવાની જાહેરાત કરતી ટ્વીટને 3.24 લાખથી વધુ લોકોએ જોઈ છે.












Click it and Unblock the Notifications
