હવે હૃતિકે કંગના પર મુક્યો ગંભીર આરોપ, જાણો શું કહ્યું?

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણાવત અને હૃતિક રોશનનો વિવિદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. એક ટીવી ઇન્ટરવ્યૂમાં કંગનાએ હૃતિક વિશે ખુલીને વાત કરી હતી. એ બાદ હૃતિકે કંગના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હૃતિકે 29 પેજ ભરીને કંગના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં તેણે કંગના તેને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

અશ્લિલ ઇ-મેઇલ કરતી હતી કંગના

અશ્લિલ ઇ-મેઇલ કરતી હતી કંગના

હૃતિકે કંગના રણાવત પર આરોપ લગાવ્યો છે કે, કંગના તેને સેક્શુઅલ એક્સપ્લિસિટ ઇ-મેઇલ કરતી હતી. હૃતિકે તેના આવા મેસેજને ઇગ્નોર કર્યા હતા. કેસ અનુસાર હૃતિક અને કંગના વર્ષ 2009માં 'કાઇટ્સ'ની શુટિંગમાં મળ્યા હતા. એ બાદ બંન્નેએ સાથે 'ક્રિશ-3'માં પણ કામ કર્યું હતું. પરંતુ બધાને એ વાતની ત્યારે જાણ થઈ જ્યારે કંગનાએ બધા વચ્ચે પોતાના 'સિલી એક્સ' અંગે કોમેન્ટ કરી હતી. તેણે આ શબ્દ હૃતિક માટે વાપર્યો હતો.

હૃતિક અને કંગનાનો પ્રોફેશનલ સંબંધ

હૃતિક અને કંગનાનો પ્રોફેશનલ સંબંધ

હૃતિકની 29 પેજમાં હૃતિકના વકીલે લખ્યું છે કે, હૃતિક અને કંગના વચ્ચે એક પ્રોફેશનલ સંબંધ છે. પિતાના જન્મ દિવસે અને પોતાના જન્મ દિવસની પાર્ટીમાં કંગનાને ઇન્ડસ્ટ્રીના બીજા લોકોની જેમ જ બોલાવામાં આવી હતી. આ અંગે દલીલ કરતા કંગનાના વકીલે કહ્યુ કે હૃતિકે કંગનાનું માનસિક રીતે શોષણ કર્યું છે.

આ ઘટના પર રંગોલીનુ શું કહેવું છે?

આ ઘટના પર રંગોલીનુ શું કહેવું છે?

કંગનાની બહેન રંગોલીએ પણ આખરે આ બાબતે ચુપ્પી તોડી છે. રંગોલીએ હૃતિકને ટેગ કરીને ટ્વીટ કરતાં લખ્યું છે કે, કોઇ પણ જણાવી શકે છે કે સ્ટોકર કોણ છે. કંગના સ્ટોકર અંકલને ભૂલીને આગળ વધી ગઈ છે. તમે તમારા પત્ની અને બાળકોનું ધ્યાન રાખો.

શું છે સમગ્ર મામલો?

શું છે સમગ્ર મામલો?

નોંધનીય છે કે, 2016માં હૃતિકે કંગના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કંગનાએ પણ આ ફરિયાદ બાદ તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાને પાર કરી છે. કંગનાના વકીલના કહેવા અનુસાર, આ કેસ બંધ થઈ ગયો છે. પરંતુ મુંબઇ પોલીસના જણાવ્યા અનુસાર આ કેસ હજુ બંધ નથી થયો.

English summary
Kangana Ranaut’s lawyer responds after copy of 29-page complaint filed by Hrithik Roshan is made public.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.