For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગનાએ સોનિયા ગાંધીને પૂછ્યુ - શું તમારી સરકાર આંબેડકરના બંધારણને નથી માનતી?

મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો ખોલી અભિનેત્રી કંગના રનૌતે હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો ખોલી અભિનેત્રી કંગના રનૌતે હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યુ છે. કંગનાએ ટ્વિટ કર્યુ કે સોનિયાજી, તમે પણ એક મહિલા છો અને તમારી પોતાની મહારાષ્ટ્ર સરકાર છે, શું તમે પોતાની જ સરકારને એ નથી કહી શકતા કે તે એક મહિલા સાથે કઈ રીતનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, શું તે ડૉ. આંબેડકરના બંધારણને નથી માનતા?

કંગના રનૌતે સોનિયા ગાંધીને પૂછ્યો આ સવાલ

કંગના રનૌતે સોનિયા ગાંધીને પૂછ્યો આ સવાલ

તમને જણાવી દઈએ કે બીએમસીના બુલડોઝર બાદ કંગનાની ઑપિસને ઘણુ નુકશાન પહોંચ્યુ છે. જેના વિશે વાત કરીને કંગનાએ કહ્યુ કે મારી પાસે ઑફિસને ફરીથી બનાવવાના પૈસા નથી, હું મારી તૂટેલી ઑફિસેથી જ કામ કરીશ. મે મારી ઑફિસને 15 જાન્યુઆરીઓ ખોલી હતી તેના થોડા સમય પછી કોરોના આવી ગયો, બાકી ઘણા લોકોની જેમ મે પણ ત્યારથી કામ નથી કર્યુ. મારી ઑફિસને એ વાતની નિશાની બનાવીને રાખીશ કે એક મહિલાએ દુનિયા સાથે ટકરાવાનુ સાહસ બતાવ્યુ હતુ.

તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી

તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી

બોમ્બે હાઈ કોર્ટે કંગના રણૌતની ઑફિસમા તોડફોડના મામલાની સુનાવણી માટે 22 સપ્ટેમ્બરની તારીખ આપી છે, આ સુનાવણીમાં BMCના વકીલે કહ્યું કે કોર્ટના આદેશ બાદ બીએમસીનું બધું કામ અટકી ગયું છે તો ત્યાં જ કંગનાના વકીલ રિજવાન સિદ્દીકીએ કહ્યું કે કેટલાય તથ્યો ઑન રેકોર્ડ લાવવાની જરૂરત છે, ફાઈલ તૈયાર કરવા માટે મારે સમયની જરૂરત છે કેમ કે મારા ક્લાયન્ટ હજી કાલે જ મુંબઈ આવ્યા છે, જે બાદ કોર્ટે સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે અને એમ પણ કહ્યું કે 22 તારીખ સુધી કંગનાની ઑફિસમાં કોઈ તોડફોડ નહિ થાય.

માત્ર વંશવાદનો એક નમૂનો છે ઉદ્ધવ ઠાકરે

માત્ર વંશવાદનો એક નમૂનો છે ઉદ્ધવ ઠાકરે

કંગના સતત મહારાષ્ટ્ર સરકાર અને સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધી રહી છે. કંગનાએ ગુરુવારે ટ્વિટ કર્યુ છે કે તમારા પિતાજીના સારા કર્મ તમને પૈસા તો આપી શકે છે પરંતુ સમ્માન તમારે ખુદ કમાવુ પડે છે, મારુ મોઢુ બંધ કરશો પરંતુ મારો અવાજ મારા પછી પણ લાખોમાં ગુંજશે, કેટલાના મો બંધ કરશો? કેટલાના અવાજો દબાવશો? ક્યાં સુધી સચ્ચાઈથી ભાગશો, તમે કંઈ નથી માત્ર વંશવાદનો એક નમૂનો છો.

નવા ભારતની નવી આશાઓને પૂરુ કરવાનુ માધ્યમ છે નવી શિક્ષણ નીતિનવા ભારતની નવી આશાઓને પૂરુ કરવાનુ માધ્યમ છે નવી શિક્ષણ નીતિ

English summary
Kangana Ranaut said Soniyaji, Can you uphold the principles of the Constitution given to us by Ambedkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X