FIR બાદ વાઈન પીતા કંગના રનોતે શેર કર્યો હૉટ ફોટો, બોલી- ધરપકડની રાહ જોઈ રહી છુ
કંગના રનોતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બોલ્ડ ફોટા સાથે એક કેપ્શન લખ્યુ છે જ્યાં કંગનાએ એક વાર ફરીથી પોતાના બેબાક વિચારો બતાવ્યા છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત ભારતને ભીખમાં મળેલી આઝાદીવાળા નિવેદન બાદ સતત ચર્ચામાં છવાયેલી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાને પાછો લેવાનુ એલાન કર્યુ જેનો વિરોધ કંગના રનોતે કર્યો. કંગના રનોતે બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની તુલના ખાલિસ્તાની સાથે કરી દીધી. એવામાં ભારતના ખેડૂતો પર કરવામાં આવેલી આ ટિપ્પણી બાદ ઘણા અલગ-અલગ શહેરોમાં કંગના રનોત સામે એફઆઈઆ નોંધવામાં આવી. પોતાની સામે થયેલા આ એફઆઈઆર બાદ કંગના રનોતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બોલ્ડ ફોટા સાથે એક કેપ્શન લખ્યુ છે જ્યાં કંગનાએ એક વાર ફરીથી પોતાના બેબાક વિચારો બતાવ્યા છે.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બોલ્ડ ફોટો અપલોડ કર્યો
તમને જણાવી દઈએ કે સિખ સમાજ સામે અપમાનજનક ટિપ્પણી કરવાને લઈને કંગના રનોત સામે મહારાષ્ટ્ર પોલિસે એફઆઈઆર નોંધી છે. પોતે જ આની માહિતી કંગના રનોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. કંગના રનોતે ખુદની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખૂબ બોલ્ડ ફોટા અપલોડ કર્યા છે જ્યાં કંગના પોઝ આપતી દેખાઈ રહી છે.

એફઆઈઆર બાદ કંગના રનોતે શેર કર્યો આ ફોટો
આ ફોટામાં કંગના રનોત આરામ કરતી જોવા મળી રહી છે. કંગના રનોત આ ફોટામાં હાથમાં વાઈનનો ગ્લાસ પણ પકડી રાખ્યો છે. આ ફોટા સાથે કંગનાએ લખ્યુ છે કે વધુ એક દિવસ, વધુ એક એફઆઈઆર, જો એ મારી ધરપકડ કરવા આવે, મારો મૂડ હાલમાં ઘરમાં કંઈક આવો જ છે. આ ફોટામાં કંગના રનોતે હાઈ થાઈ સ્લિટ બેકલેટગાઉન પહેરી રાખ્યુ છે.

કંગના રનોત બોલી ખાલિસ્તાની આતંકવાદી
કંગના રનોતના આ અંદાજ પર કોઈ તેની પ્રશંસા કરી રહ્યુ છે તો કોઈ તેને ટ્રોલ પણ કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાને પાછો લેવાના સરકારના નિર્ણય બાદ કંગના રનોતે ફેસબૂક પર પોસ્ટમાં લખ્યુ હુ કે ખાલિસ્તાની આતંકવાદી ભલે આજે સરકારનો હાથ મરોડી રહ્યા છે પરંતુ એ મહિલા ઈન્દિરા ગાંધીને ન ભૂલવા જોઈએ.

કંગના રનોત અને ખેડૂત આંદોલન
કંગનાએ લખ્યુ કે જેણે પોતાના જૂતા નીચે આ બધાને કચડી નાખ્યા. તેમણે આ દેશને કેટલી તકલીફો આપી હોય, પરંતુ પોતાના જીવના જોખમે તેમણે મચ્છરોની જેમ કચડી નાખ્યા છે પરંતુ દેશના ટૂકડા ન થવા દીધા. તેમના મૃત્યુના દશક બાદ પણ આજે પણ તેમના નામથી કાંપે છે. તેમને એવા જ ગુરુ જોઈએ? કંગના રનોતના આ કૉન્ટ્રોવર્શિય નિવેદન બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે ખાર પોલિસ સ્ટેશનમાં કંગના સામે એફઆઈઆર નોંધાવી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
