કંગનાએ જણાવ્યુ કેવી રીતે પહેલા કરતી હતી અભિનેત્રીઓને સપોર્ટ, કહ્યુ - પરંતુ હવે રોજ તેમની ક્લાસ લઉ છુ

કંગના રનોતે ફરીથી પોતાનો એક જૂનો વીડિયો શેર કરીને બૉલિવુડ અભિનેત્રીઓ પર નિશાન સાધ્યુ છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત હંમેશા પોતાના કોઈને કોઈ ટ્વિટ માટે ચર્ચામાં રહે છે. કંગના રનોતે પોતાના છેલ્લા ઘણા ઈન્ટરવ્યુમાં એ અંગે ખુલાસો કર્યો છે કે બૉલિવુડ ઈન્ડસ્ટ્રીના લોકોએ તેની વિરુદ્ધ ગેંગઅપ કરી છે. કંગના રનોતે ફરીથી પોતાનો એક જૂનો વીડિયો શેર કરીને બૉલિવુડ અભિનેત્રીઓ પર નિશાન સાધ્યુ છે. કંગના રનોતે પોતાનો એક જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તે દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, તાપસી પન્નૂ, કરીના કપૂર ખાન, કેટરીના કૈફ વિશે વાત કરી રહી છે. વીડિયો શેર કરીને કંગના રનોતે પૂછ્યુ છેવટે બૉલિવુડ અભિનેત્રીઓ તેનુ સમર્થન કેમ નથી કરતી?

મને અને મારા કામ માટે આ ષડયંત્ર કેમ - કંગના રનોત

મને અને મારા કામ માટે આ ષડયંત્ર કેમ - કંગના રનોત

કંગના રનોતે જે વીડિયો રિટ્વિટ કર્યો છે તેને કંગનાના ફેન પેજે શેર કર્યો છે જેમાં તે બૉલિવુડ અભિનેત્રીની પ્રશંસા કરી રહી છે. વીડિયો શેર કરીને કંગના રનોતે લખ્યુ, 'આ ઈન્ડસ્ટ્રીમાં એક પણ અભિનેત્રી એવી નથી જેને મે સપોર્ટ ના કર્યો હોય કે તેની પ્રશંસા ના કરી હોય પરંતુ તેમાંથી કોઈએ પણ મારા માટે કોઈ સપોર્ટ કે પ્રશંસા ન કરી, શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આવુ કેમ? તેમણે મારા વિરુદ્ધ ગેંગઅપ કેમ બનાવી? મને અને મારા કામ માટે આ ષડયંત્ર કેમ? ઉંડાણપૂર્વક વિચારો.'

'હું એટલા માટે તેમની રોજ ક્લાસ લઉ છુ કારણકે...'

'હું એટલા માટે તેમની રોજ ક્લાસ લઉ છુ કારણકે...'

કંગના રનોતે પોતાના એક અન્ય ટ્વિટમાં કહ્યુ, 'તમે જોઈ શકો છો તેમ મને જ્યારે પણ ફોન કરીને કે મેસેજ કરીને તેમણે બોલાવી છે, હું સહજ રીતે તેમની ફિલ્મોના પ્રીવ્યુમાં ગઈ છુ. તે મને ફૂલ મોકલતા અને મારા પર પોતાનો પ્રેમ દર્શાવે છે. પરંતુ જ્યારે હું તેમને મારી ફિલ્મોના પ્રીવ્યુ માટે કૉલ કરુ કે કોઈ મેસેજ કરુ ત્યારે તે મારા ફોન કૉલનો જવાબ નથી આપતા. હવે રોજ હું તેમની ક્લાસ લગાવુ છુ કારણકે તે એને જ લાયક છે.'

વાયરલ થયુ કંગનાનુ ટ્વિટ

વાયરલ થયુ કંગનાનુ ટ્વિટ

કંગના રનોતનુ આ ટ્વિટ અને વીડિયો બંને વાયરલ થઈ ગયુ છે. કંગના રનોતના ટ્વિટ અને વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કંગના રનોતનો આ વીડિયો એટલા માટે પણ વાયરલ થઈ ગયો છે કારણકે હાલમાં જ કંગનાની અપકમિંગ ફિલ્મ થલાઈવીનુ ટ્રેલર રિલીઝ થયુ હતુ પરંતુ આ ટ્રેલર માટે બૉલિવુડ સ્ટાર્સે કોઈ પ્રતિક્રિયા આપી નહિ અને તેને નજરઅંદાજ કરવામાં આવ્યુ. જ્યારે હાલમાં જ આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિવાડી'નુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ હતુ જેની બૉલિવુડ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે કંગનાના કામની જોરદાર પ્રશંસા કરી છે. 'થલાઈવી'માં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર આધારિત ફિલ્મ છે. આ ઉપરાંત કંગના રનોતની ફિલ્મ 'ધાકડ' પણ આવવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X