ઋતિક રોશન પર ભડકી કંગનાની બહેન રંગોલી, ‘ચલ ફૂટ અહીંથી અંકલ'
કંગના રનોત અને ઋતિક રોશનના ઝઘડાથી તો બધા વાકેફ છે. હાલમાં જ ઋતિક રોશને છેવટે કંગના રનોત પર પોતાનુ મૌન તોડી લીધુ છે.
કંગના રનોત અને ઋતિક રોશનના ઝઘડાથી તો બધા વાકેફ છે. હાલમાં જ ઋતિક રોશને છેવટે કંગના રનોત પર પોતાનુ મૌન તોડી લીધુ છે. હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા ઋતિકે કહ્યુ કે બુલી સાથે ડીલ કરવાની એક જ રીત છે ધૈર્ય. આ સાથે જ ઋતિકે સમાજને પણ દોષ આપ્યો કે લોકો આવા લોકોને પ્રોત્સાહન આપે છે ત્યારે જ તેમની હિંમત વધી જાય છે.

'ચલ ફૂટ અહીંથી'
ઋતિકનુ મોઢુ ખોલ્યુ એટલે નક્કી જ હતુ કે રંગોલીએ કંઈક તો બોલવાનું જ હતુ. રંગોલીએ ટ્વીટર પર ઋતિક પર નિશાન સાધતા લખ્યુ - આ જુઓ અંકલજી ફરીથી શરૂ થઈ ગયા. અરે ચલ ભાઈ આગળ જા, થોડા થોડા દિવસે બેઈજ્જતીનો ડોઝ લેવાની આદત પડી ગઈ છે. તારા માટે હવે મારા માટે કોઈ ડોઝ નથી ચલ ફૂટ અહીંથી.

હું તેમાં કેમ ફસાઉ?
ઉલ્લેખનીય છે કે ઋતિક રોશનની સુપર 30 પહેલા 26 જુલાઈએ રિલીઝ થઈ રહી હતી પરંતુ પછી અચાનકથી કંગના રનોતે રાજકુમાર રાવની ફિલ્મ જજમેન્ટલ હે ક્યાએ પોતાની રિલીઝ ડેટ બદલીને 26 જુલાઈ કરી દીધી. ઋતિકે આ વિશે પણ વાત કરીને કહ્યુ કે જે કલેશ પહેલા જ જાણીજોઈને બનાવવામાં આવ્યો છે, હું તેમાં કેમ ફસાઉ? હું પોતાની ફિલ્મ હટાવી તો પણ હું મને રોતોધોતો વ્યક્તિ બની ગયો. મને હવે આ વસ્તુઓથી ફરક નથી પડતો. ઋતિકનુ કહેવુ છે કે આ જે લોકો પાછળથી એવા લોકોનો ઉત્સાહ વધારે છે તેમના કારણે આ લોકોમાં કંઈ પણ બોલવાની હિંમત આવી જાય છે. જો કે કંગના રનોતના ઝઘડા લગભગ આખી ઈન્ડસ્ટ્રીથી છે -

કંગના-ઋતિક
આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ આવે છે ઋતિક રોશનનું. કંગનાનું કહેવુ હતુ કે તે અને ઋતિક રિલેશનમાં હતા પરંતુ ઋતિકે આ વાતને ફગાવી દીધી. આ મુદ્દો એટલો વધી ગયો કે કંગનાએ ઋતિક સામે ઘણા મોટા મોટા નિવેદન આપી દીધા.

કરણ જૌહર-કંગના રનોત
કંગના અને કરણ જૌહર વચ્ચે મનદુઃખ ત્યારે શરૂ થયો જ્યારે કંગના રનોત, કરણ જૌહરના શો કૉફી વિથ કરણમાં મહેમાન તરીકે પહોંચી હતી જ્યાં તેણે કરણને કહ્યુ કે તે નેપોટીઝમને પ્રોત્સાહન આપે છે. સાથે જ કંગનાએ કરણને મુવી માફિયા પણ કહ્યા. બાદમાં તેણે પોતાના દિલની ભડાસ કાઢીને એક ઈવેન્ટમાં કહ્યુ કે કંગના વિક્ટિમ કાર્ડ રમી રહી છે એને જો તેને બોલિવુડથી આટલો જ પ્રોબ્લેમ હોય તો તેણે તેને છોડી દેવુ જોઈએ. કરણ જોહરની વાતો જ્યારે કંગના સુધી પહોંચી તો તેણે પણ જોરદાર જવાબ આપ્યો.

કંગના-દીપિકા
કહેવાય છે કે કંગના અને દીપિકામાં પણ કેટ ફાઈટ છે પરંતુ એ વાતને દીપિકાએ ખોટી ગણાવી છે. અને એ બધુ શરૂ થયુ એક એવોર્ડ ફંકશનથી જ્યાં દીપિકાએ પોતાનો એવોર્ડ કંગના રનોતને આપી દીધો કારણકે હેપ્પી ન્યૂ યરથી વધુ સારી ક્વીન હતી.

કંગના-આનંદ એલ રાય
કંગના અને તેના બે વાર નિર્દેશક રહી ચૂકેલ આનંદ એલ રાય વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. હાલમાં રાય રનોત માટે કોઈ પણ કહાની નથી લખી રહ્યા. આ ખોટી અફવાઓનું ખંડન કરીને રાયે શપથ લીધા છે કે એ અભિનેત્રી સાથે ક્યારેય કામ નહિ કરે. કંગના અને રાય વચ્ચે અણબનાવ હોવાના સમાચાર એક શૉકની જેમ સામે આવ્યા છે.

કંગના-આદિત્ય પંચોલી
એવુ કહેવાય છે કે પોતાના કેરિયરના શરૂઆતના દિવસોમાં કંગના રનોત અભિનેતા આદિત્ય પંચોલી સાથે રિલેશનમાં હતી. પરંતુ ધીમે ધીમે બંને વચ્ચે એટલુ અંતર આવી ગયુ કે બંને હવે એકબીજાને જોવા પણ નથી ઈચ્છતા.

શેખર સુમનના પુત્ર અધ્યયન સુમન
શેખર સુમનના પુત્ર અધ્યયન સુમને ફિલ્મ રાઝ-2માં કંગના સાથે કામ કર્યુ હતુ. ત્યારથી તે એકબીજાની નજીક આવ્યા પરંતુ તેમનો આ સંબંધ એક વર્ષ પણ ચાલી શક્યો નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
