For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રનોતના થલાઈવીનો મોટો રેકૉર્ડ, કોરોના મહામારીમાં કરોડોની કમાણી!

કંગના રનોતે કોરોના લૉકડાઉન દરમિયાન પોતાની આગામી ફિલ્મ થલાઈવીને રિલીઝ કરી દીધી છે. ફેન્સે કંગના રનોતના અભિનયની પ્રશંસા કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કંગના રનોતે કોરોના લૉકડાઉન દરમિયાન પોતાની આગામી ફિલ્મ થલાઈવીને રિલીઝ કરી દીધી છે. ફેન્સે કંગના રનોતના અભિનયની પ્રશંસા કરી છે. કંગના રનોતે થલાઈવીમાં જયલલિતાની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ તમિલનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહી ચૂકેલા જયલલિતાના જીવન પર આધારિત છે. થલાઈવી હિંદી સાથે તમિલ, તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. રિલીઝ બાદથી કંગનાની થલાઈવીને કોરોડોનો ફાયદો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર થલાઈના સેટેલાઈટ, ડિજિટલ અને સંગીતના અધિકારો માટે મોટી રકમ મળી છે. રિલીઝ પહેલાથી જ થલાઈવીને 85 કરોડની કમાણી થઈ ગઈ છે.

રિલીઝ પહેલા જ થલાઈવીને એક મોટો ફાયદો

રિલીઝ પહેલા જ થલાઈવીને એક મોટો ફાયદો

મીડિયા રિપોર્ટ અનુસાર થલાઈના સેટેલાઈટ, ડિજિટલ અને સંગીતના અધિકારો માટે મોટી રકમ મળી છે. રિલીઝ પહેલાથી જ થલાઈવીને 85 કરોડની કમાણી થઈ ગઈ છે. રિલીઝ પહેલા જ થલાઈવીને એક મોટો ફાયદો થયો છે. તમને જણાવી દઈએ કે કેરળને કોરોનાના કારણે બંધ કરવામાં આવ્યુ છે. એવામાં થલાઈવીને દક્ષિણ ભારતના સિનેમાઘરોમાં મોટા પ્રમાણમાં રિલીઝ કરવામાં આવી છે.

થલાઈવીની કરોડોમાં કમાણી

થલાઈવીની કરોડોમાં કમાણી

થલાઈવે આંધ્ર પ્રદેશ, તેલંગાના, કર્ણાટકથી લઈને તમિલનાડુમાં રિલીઝ કરવામાં આવી છે. આ દરમિયાન એ પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે થલાઈવીને મેકર્સે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વીડિયો સાથે 55 કરોડથી વધુ કરોડની ડીલ ફાઈનલ કરવામાં આવી છે. થલાઈવીને થિયેટર બાદ ઓટીટી પર પણ રિલીઝ કરવામાં આવશે.

કંગના રનોતની થલાઈવી

કંગના રનોતની થલાઈવી

થલાઈવીને આ પહેલા એપ્રિલમાં રિલીઝ કરવાની હતી. કોવિડ-19 મહામારીના કારણે તેને આગળ માટે ટાળી દેવામાં આવી હતી. કંગના રનોતની આવનારી ફિલ્મોમાં તેજસનુ પણ શામેલ છે. કંગના રનોત આ ફિલ્મમાં એર ફોર્સ ઑફિસરની ભૂમિકા નિભાવી રહી છે.

કંગના રનોતની આગામી ફિલ્મો

કંગના રનોતની આગામી ફિલ્મો

આ સાથે કંગના રનોત પડદા પર પહેલી વાર સંપૂર્ણપણે એક્શન કરતી દેખાશે. કંગના રનોતની ધાકડ પણ એક મોટી એક્શન ફિલ્મ હશે. ધાકડમાં કંગના રનોત સાથે દિવ્યા દત્તા અને અર્જૂન રામપાલ પણ જોવા મળશે. અર્જૂન રામપાલ વિલનની ભૂમિકામાં છે. સમાચાર એ પણ છે કે કંગના રનોતે પોતાની ફિલ્મ મણિકર્ણિકા રિટર્નમાં પણ જોવા મળશે.

English summary
Kangana ranaut Thalaivi film earn huge crore amount from digital and satellite rights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X