કંગના રનોત બનશે એરફોર્સની પાયલટ, ફિલ્મ તેજસની રિલીઝ ડેટ આવી સામે
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ભૂતકાળમાં તેની નિર્મિત ફિલ્મ ટીકુ વેડ્સ શેરુને લઈને ઘણી ચર્ચામાં હતી. દરમિયાન, અભિનેત્રીએ હવે તેની બીજી આગામી ફિલ્મ તેજસની જાહેરાત કરી છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
કંગના રનૌતે સોશિયલ મીડિયા પર ફિલ્મ તેજસનું પોસ્ટર શેર કરીને ચાહકોને જાણ કરી છે. કંગનાએ ફિલ્મનો લુક જાહેર કર્યો અને જણાવ્યુંકે ફિલ્મ કયા દિવસે સિનેમાઘરોમાં આવશે. તેજસમાં કંગના રનૌત એરફોર્સના પાયલટ તેજસ ગિલની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 20 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કંગના રનૌતે લખ્યું, 'વાયુસેનાના બહાદુર પાયલટના સન્માનમાં. આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. રોની સ્ક્રુવાલાની તેજસની વાર્તા એરફોર્સ પાઇલટ તેજસ ગિલની અસાધારણ મુસાફરી દર્શાવે છે. હાલમાં અભિનેત્રીનું આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે 2023માં કંગના રનૌત તેજસ સિવાય બે વધુ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં ઇમરજન્સી અને 'ચંદ્રમુખી 2' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 'ચંદ્રમુખી 2' 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે.
જ્યારે ઈમરજન્સી 24 નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી કંગનાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે.












Click it and Unblock the Notifications
