
કંગના રાણાવતની ઝીરોથી હીરો સુધીની સફર
વર્ષ 2006માં કંગના રાણાવતે ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ગેંગસ્ટરથી બોલીવુડમાં પગરણ કર્યા હતા. વેલ ફિલ્મ સુપરહીટ રહી હોવા છતા, ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા માટે તેણે ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી.
આ અભિનેત્રીએ જીવનના દરેક પડકારોને જીલ્યા છે, અને તેણે તેની સામે જીત પણ મેળવી છે. કંગનાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે તે જ્યારે મુંબઈ આવી એક નાનકડા શહેરની યુવતી હોવાથી કશું જ નહોતી જાણતી. જે શરૂઆતમાં વિરૂદ્ધ હતુ, હવે તે બધું જ ફેવરમાં છે.
કંગના કહે છે કે બધું તેના પર ડીપેન્ડ કરે છે કે તમે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે શું રસ્તા પસંદ કરો છો. જસ્ટ પોતાના પ્રેમમાં પડો, બીજા સાથે ખુદની સરખામણી ન કરો.
આજે તો કંગનાએ પોતાની કેટલીક ફિલ્મો જેવી કે ક્વીન, તનુ વેડ્સ મનુ રીટર્ન વગેરે દ્વારા બોલીવુડમાં એક ખાસ જગ્યા બનાવી છે. પણ એક મુકામથી બીજા મુકામ સુધી પહોંચવા માટે તેણે ટ્રેન, ટેક્સી, અને બસમાં મુસાફરી કરી છે, તો કલાકો સુધી ફુટપાથ પર ચાલી પણ છે.
વેલ કંગના રાનાવતની આગામી ફિલ્મ કટ્ટી-બટ્ટી આગામી 18 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે, ત્યારે આવો જાણીએ કંગનાની સ્ટ્રગલ સ્ટોરી......

સફળ એન્ટ્રી
કંગના રાનાવતે ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ગેંગસ્ટરથી વર્ષ 2006માં ઈન્ડસ્ટ્રીમાં સફળ પ્રવેશ કર્યો હતો.

પહેલી ફિલ્મ સુપરહીટ
ફિલ્મ ગેંગસ્ટર સુપરહીટ રહી હતી. ફિલ્મ રોમેન્ટીક ડ્રામા હતી. અને શાહિની આહુજાનું કિરદાર પણ આકર્ષક રહ્યું હતુ.

તનુ વેડ્સ મનુ
તનુ વેડ્સ મનુમાં કંગના રાનાવતની સાથે સાઉથ સ્ટાર માધવન પણ હતો. આ ફિલ્મ ઘણી જ મનોરંજક હતી, અને તેની એક્ટીંગના પણ બહું વખાણ થયા હતા.

વિલનના રોલમાં
ક્રીશ-3માં કંગનાએ નેગેટીવ રોલમાં કામ કર્યું છે, જે સામાન્ય રીતે કોઈ સફળ અભિનેત્રી જલ્દી કરવા તૈયાર નથી થતી. તેનુ કામ આ ફિલ્મમાં પણ નોટીસ થયું હતુ.

All Gullied Up
ક્રીશ-3માં કંગના રાનાવતનો ફુલ બોડી આઉટફીટ્સમાં એક લુક.

ક્વીન ઓફ બોલીવુડ
ક્વીન મૂવીએ કંગના રાનાવતની કરિયરને એક નવી ઉંચાઈ આપી. ફિલ્મ ક્વીને તેને બોલીવુડની પણ ક્વીન બનાવી દીધી.

Bo office પર ફેલ્યોર
કંગના રાનાવતની ફિલ્મ રીવોલ્વર રાની ભલે બોલીવુડ પર ફેલ્યોર રહી હોય. પણ સમીક્ષકોએ આ ફિલ્મમાં તેના રોલને વખાણ્યો હતો.

Success Returns
એન્ડ ધેન એક બ્રેક બાદ ફરી તનુ વેડ્સ મનુ આવી અને કંગનાનો ડબલ રોલ તેમજ એક્ટીંગ સમીક્ષકો, અને દર્શકોએ ખુબ જ વખાણ્યો.

એન્ડ નાઉ ગ્રાન્ડ રિલીઝ
અને હવે 18 સપ્ટેમ્બરના રોજ કંગના રાનાવત અને ઈમરાનની ખાનની ફિલ્મ કટ્ટી બટ્ટી રિલીઝ થવા જઈ રહી છે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.