For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: Y શ્રેણીની સુરક્ષામાં મુંબઈ આવી રહી છે કંગના, 11 કમાંડોએ ચારે તરફ બનાવ્યો સુરક્ષા ઘેરો

બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સ્થિત પોતાના ઘરેથી મુંબઈ માટે રવાના થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સ્થિત પોતાના ઘરેથી મુંબઈ માટે રવાના થઈ ગઈ છે. મુંબની સરખામણી પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) થી ઉપજેલ વિવાદ બાદ અભિનેત્રી કંગના રનોતને ગૃહ મંત્રાલય તરફથી વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ચંદીગઢમાં સ્થિત મોહાલી એરપોર્ટ પર કમાંડોથી ઘેરાયેલી કંગનાના અમુક ફોટા સામે આવ્યા છે. આમાં જોઈ શકાય છે કે કંગના રનોતની ચારે તરફ 11 કમાંડોએ એક સુરક્ષા ઘેરો બનાવેલો છે. કંગના સાથે તેની બહેન રંગોલી પણ દેખાઈ રહી છે.

સુરક્ષા ઘેરામાં આજે મુંબઈ આવી રહી છે કંગના

સુરક્ષા ઘેરામાં આજે મુંબઈ આવી રહી છે કંગના

ઉલ્લેખનીય છે કે 14 જૂને બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પોતાના બેબાક અંદાજ માટે ફેમસ અભિનેત્રી કંગના રનોત પહેલા બૉલિવુડ અને પછી મહારાષ્ટ્ર સરકાર પર સતત નિશાન સાધી રહી છે. હાલમાં જ તેણે મુંબઈની તુલના પીઓકે સાથે કરી જેના માટે કંગાનાને ઘણો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. શિવસેના સાથે વિવાદ માટે હવે કંગનાની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે 11 કમાંડો તૈનાત કર્યા છે. તેમના સુરક્ષા ઘેરામાં આજે કંગના મુંબઈ આવી રહી છે.

બીએમસીએ ઑફિસ પર ચલાવ્યુ બુલડોઝર

આ દરમિયાન બીએમસીએ બાંદ્રા વેસ્ટના પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનોતની ઑફિસમાં ગેરકાયદે નિર્માણને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આના માટે બીએમસીની ટીમ જેસીબી અને મજૂરોને લઈને ત્યાં પહોંચી ગઈ છે. સાથે જ ઈમારતની અંદરના ગેરકાયદે નિર્માણને પાડવામાં આવી રહ્યુ છે.

યાદ રાખ બાબર, આ મંદિર ફરીથી બનશે

કંગનાએ પણ કાર્યવાહીનો ફોટો ટ્વિટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ. કંગનાએ ટ્વિટ કરીને લખ્યુ કે મણિકર્ણકા ફિલ્મ્ઝમાં પહેલી ફિલ્મ અયોધ્યાની ઘોષણા થઈ, આ મારા માટે એક ઈમારત નહિ રામ મંદિર જ છે. આજે ત્યાં બાબર આવ્યો છે, આજે ઈતિહાસ ફરીથી ખુદને પુનરાવર્તિત કરશે. રામ મંદિર ફરીથી તૂટશે પરંતુ યાદ રાખ બાબર, આ મંદિર ફરીથી બનશે. જય શ્રીરામ, જય શ્રીરામ, જય શ્રીરામ.

દિલ્લીમાં મરી પરવારી માનવતા, 90 વર્ષની વૃદ્ધા પર કર્યો રેપદિલ્લીમાં મરી પરવારી માનવતા, 90 વર્ષની વૃદ્ધા પર કર્યો રેપ

English summary
Kangana's entry in Mumbai with Y category security 11 commandos built security circle all around.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X