For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજય-સુદીપની ચર્ચામાં કુદી કંગના, નિવેદનથી વકરશે વિવાદ?

અજય દેવગન અને કિચા સુદીપની હિન્દી ભાષાની ચર્ચા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. હવે બેબાર નિવેદનો આપતી કંગના રનૌતે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. કંગના તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ધાકડ' નું ટ્રેલર લોન્ચ કરવા પહોંચી હતી.

|
Google Oneindia Gujarati News

અજય દેવગન અને કિચા સુદીપની હિન્દી ભાષાની ચર્ચા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. હવે બેબાક નિવેદનો આપતી કંગના રનૌતે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. કંગના તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ધાકડ' નું ટ્રેલર લોન્ચ કરવા પહોંચી હતી. આ મુદ્દે કંગનાએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈએ

રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈએ

કંગના રનૌતે જણાવ્યું હતું કે, ભારતમાં વિવિધ જાતિ, પ્રાંત અને ભાષાના લોકો છે. તેને એક તાંતણે બાંધવા માટે એક લિંકની જરૂર છે અને તેથી બંધારણમાં હિન્દીનેરાષ્ટ્રભાષા તરીકે વર્ણવવામાં આવી છે.

તમિલ ભાષા હિન્દી કરતાં જૂની છે, પરંતુ સંસ્કૃત તેના કરતાં જૂની છે. જો મારૂ માનવામાં આવે, તો રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવીજોઈએ.

સંસ્કૃતમાંથી આવી છે બધી ભાષાઓ

આ સાથે કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે, 'તમિલ હોય કે કન્નડ, બધી ભાષાઓ સંસ્કૃતમાંથી આવી છે. સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાને બદલે હિન્દીને શા માટેબનાવવામાં આવી તેનો જવાબ મારી પાસે નથી. જે લોકો આ માગ કરી રહ્યા છે, તેઓ બંધારણની ટીકા કરી રહ્યા છે. જ્યારે તમે બીજી ભાષાની માગ કરો છો ત્યારે તમેભાષાની નહીં પણ કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી રહ્યા છો. તમે બંધારણ અને સરકારની ટીકા કરી રહ્યા છો.

હવે એક માધ્યમ બની ગયું છે અંગ્રેજી

અભિનેત્રીએ જણાવ્યું હતું કે, અંગ્રેજી દરેકને જોડતી કડી બની ગઈ છે. આપણા દેશમાં પણ આપણે વાતચીત કરવા માટે અંગ્રેજીનો ઉપયોગ કરીએ છીએ. તો વાતચીતકરવા માટે અંગ્રેજી કે હિન્દી કે તમિલ અને સંસ્કૃત કઈ ભાષા હોવી જોઈએ. તે વિશે વ્યક્તિએ વિચારવું જોઈએ.

રાષ્ટ્રભાષા છે હિન્દી

અજય દેવગનના નિવેદન પર વાત કરતા કંગના રનૌતે જણાવ્યું હતું કે, અજય દેવગણે કહ્યું કે, તેણે હિન્દી રાષ્ટ્રભાષાને ખોટું નથી કહ્યું, પરંતુ જ્યારે તે કહે છે કે. તમિલએ હિન્દી કરતાં જૂની ભાષા છે, ત્યારે તે કંઈ ખોટું નથી બોલી રહ્યો. જો મારૂ માનવામાં આવે, તો સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવી જોઈએ અને શાળાઓમાં ફરજિયાતબનાવવી જોઈએ.

સમગ્ર ભારતમાં રિલીઝ થશે 'ધાડક'

ફિલ્મ 'ધાડક' વિશે વાત કરતા કંગના રનૌતે જણાવ્યું હતું કે, અમે ધાડકને તમિલ, તેલુગુ અને કન્નડમાં ડબ કરવાના છીએ. આ ફિલ્મ આખા ભારતમાં રિલીઝ થશે.

English summary
Kangana said this on Ajay-Sudeep discussion on hindi, controversy over statement?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X