એક્ટર દર્શનના કેસમાં મોટો ખુલાસો, રેણુકા સ્વામીના મોતને લઈને ખોફનાક સચ્ચાઈ આવી સામે
Darshan Thoogudeepa: કન્નડ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર દર્શન થુગુડીપા આ દિવસોમાં હેડલાઈન્સમાં છે. રેણુકા સ્વામી હત્યા કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કન્નડ અભિનેતા દર્શન અને તેના નજીકના મિત્ર પવિત્રા ગૌડા પર રેણુકા સ્વામીની કથિત હત્યા અને ત્રાસનો આરોપ છે. હાલ બંને પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ રેણુકા સ્વામીને દોરડાથી બાંધીને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. તેને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો હતો. રેણુકા સ્વામીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેનું મૃત્યુ બહુવિધ ઊંડી ઇજાઓને કારણે થયેલા શૉક હેમરેજને કારણે થયું હતું.

તમને જણાવી દઈએ કે એક્ટર દર્શન 33 વર્ષીય ફેન રેણુકા સ્વામીની હત્યાના કેસમાં જેલમાં છે. રેણુકા સ્વામીની હત્યાના આરોપમાં 11 જૂને મૈસૂરમાં તેમના ફાર્મહાઉસમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. એનડીટીવીના અહેવાલ મુજબ પીડિતા રેણુકા સ્વામીને એટલી મારવામાં આવી હતી કે તેના અંડકોષ ફાટી ગયા હતા અને તેનો એક કાન પણ ગાયબ હતો.
રેણુકા સ્વામીનો મૃતદેહ 9 જૂન 2024ની રાત્રે બેંગલુરુમાં કામક્ષીપાલ્ય વિસ્તારમાં એક નાળામાંથી મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુતરાઓ રેણુકા સ્વામીના ચહેરાનો અડધો ભાગ ખાઈ ગયા હતા અને તેમના શરીરને ફાડી નાખ્યુ હતુ. પોલીસ તપાસમાં જે લોકોના નામ સામે આવ્યા હતા તેઓ દર્શનની ખૂબ નજીકના હતા. તે લોકોની પૂછપરછ દરમિયાન દર્શનનું નામ સામે આવ્યું અને ત્યારબાદ અભિનેતાની ધરપકડ કરવામાં આવી.
કર્ણાટક પોલીસે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં રેણુકાના મૃતદેહને જ્યાં દફનાવવામાં આવ્યો હતો તેની નજીક દર્શનની કાર જોવા મળી હતી. સીસીટીવી ફૂટેજ 9 જૂન 2024ની સવારના છે. ક્લિપમાં એક સ્કોર્પિયો કાર દેખાઈ રહી છે, જે રેણુકાના મૃતદેહ અને દર્શનના નજીકના સાથીદારને લઈ જઈ રહી હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, આ એ જ કાર હતી જે મૃતદેહનો નિકાલ કરવા જઈ રહી હતી. વીડિયોમાં એક કાર પણ જોવા મળી રહી છે જે કથિત રીતે દર્શનની છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે એક્ટર તે સમયે કારની અંદર હતો કે નહીં.












Click it and Unblock the Notifications
