For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપિલ શર્માએ લગાવ્યું ઝાડુ, વડાપ્રધાને આપી સાબ્બાસી!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન સાથે કોમેડી કિંગ કપિલ શર્મા પણ જોડાઇ ગયા છે. કપિલે મુંબઇમાં સફાઇ અભિયાનના ભાગરૂપે ઝાડું લગાવ્યું. ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર અને ભાજપ નેતા પૂનમ મહાજન પણ તેમની સાથે આ અભિયાનમાં સામેલ હતા. વડાપ્રધાને ટ્વીટ કરીને કપિલ શર્માને સાબ્બાસી આપી છે.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી, ત્યારબાદ દેશની ઘણી જાણીતી હસ્તીઓએ તેમના આ અભિયાનમાં સૂરમાં સૂર પૂરાવ્યો. કોમેડી કિંગ કપિલ શર્માએ પણ વડાપ્રધાનના આ અભિયાનનો સાથ આપતા મુંબઇમાં સફાઇ કરી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને આ અભિયાન સાથે દેશના ઘણા સ્ટાર્સ અને ખેલાડીઓ પણ જોડાઇ ચૂક્યા છે. જેમાં સલમાન ખાનથી લઇને સચિન તેંડુલકર સુધિના લોકોના નામનો સમાવેશ થાય છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ મુંબઇમાં સફાઇ કરી ચૂક્યા છે.

આ ઉપરાંત ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, કોંગ્રેસી નેતા શશી થરૂર, એનસીપીના નેતા શરદ પવારે પણ હાથમાં ઝાડું ઊઠાવી ચૂક્યા છે. જોકે શાહરૂખ ખાને તેમને હાથમાં ઝાડુ પકડવું નથી ગમતુ એટલે તેઓ સફાઇ નહીં કરે એવું કહીને અભિયાનમાં જોડાયા નથી.

જુઓ તસવીરોમાં...

કપિલ શર્માએ લગાવ્યું ઝાડુ, વડાપ્રધાને આપી સાબ્બાસી!

કપિલ શર્માએ લગાવ્યું ઝાડુ, વડાપ્રધાને આપી સાબ્બાસી!

મધુર ભંડારકરે લગાવ્યું ઝાડું...

કપિલ શર્માએ લગાવ્યું ઝાડુ, વડાપ્રધાને આપી સાબ્બાસી!

દેવેન્દ્ર ફડણવીસને વડાપ્રધાને આપી સાબ્બાસી!

દેવેન્દ્ર ફડણવીસને વડાપ્રધાને આપી સાબ્બાસી!

પૂનમ મહાજને સાફ કર્યો કચરો

પૂનમ મહાજને સાફ કર્યો કચરો

દેવેન્દ્ર ફડણવીસે બાળકોને આપ્યો સંદેશ

દેવેન્દ્ર ફડણવીસે બાળકોને આપ્યો સંદેશ

મોદીએ આપી સૌને સાબ્બાસી

મોદીએ આપી સૌને સાબ્બાસી...

English summary
Kapil Sharma joins 'Swachh Bharat Abhiyan', PM said Thanks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X