કપિલ શર્માએ કર્યો દીકરાના નામનો ખુલાસો, જાણો કઈ વસ્તુ સાથે છે કનેક્શન
જન્મદિવસના બે દિવસ બાદ એટલે કે રવિવારે કપિલ શર્માએ ફેન્સને સરપ્રાઈઝ આપીને પોતાની દીકરાના નામનો ખુલાસો કર્યો.
મુંબઈઃ જાણીતા કૉમેડિયન અને અભિનેતા કપિલ શર્માએ ગયા શુક્રવારે(2 એપ્રિલ) પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો. બર્થડેના પ્રસંગે કૉમેડી કિંગને સોશિયલ મીડિયાથી લઈને સેલેબ્ઝ સુધી બધાએ ઢગલો શુભકામનાઓ આપી. જન્મદિવસના બે દિવસ બાદ એટલે કે રવિવારે કપિલ શર્માએ ફેન્સને સરપ્રાઈઝ આપીને પોતાની દીકરાના નામનો ખુલાસો કર્યો. તમને જણાવી દઈએ કે કપિલ અને તેમની વાઈફ ગિની ચતરથ 1 ફેબ્રુઆરીએ બીજી વાર માતા-પિતા બન્યા છે. ગિની ચતરથે કપિલ શર્માના દીકરાને જન્મ આપ્યો છે, તેમની પહેલા પણ એક દીકરી અનાયરા શર્મા છે.

કપિલ શર્માએ કર્યો લાડલાના નામનો ખુલાસો
ફેબ્રુઆરીમાં બીજી વાર પેરેન્ટ્સ બનેલા કપિલ અને ગિનીએ પોતાના દીકરાના નામનો ખુલાસો હવે બે મહિના બાદ કર્યો છે. વાસ્તવમાં કપિલ શર્માએ જન્મદદિવસની શુભકામના આપીને બૉલિવુડ સિંગર નીતિ મોહને લખ્યુ, 'તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ પ્રેમ, હવે તો બેબી બૉયનુ નામ જણાવી દો.' નીતિ મોહનના આ ટ્વિટના જવાબમાં બાળકના નામનો ખુલાસો કરીને કપિલ શર્માએ લખ્યુ, 'થેંક્યુ નીતુ, આશા છે કે તુ પોતાનુ ધ્યાન રાખી રહી હોઈશ. અમે તેનુ નામ ત્રિશાન રાખ્યુ છે.'

શું છે દીકરાના નામનો અર્થ
સોશિયલ મીડિયા પર કપિલ શર્માના દીકરા(ત્રિશાન)નુ નામ સામે આવતા જ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ફેન્સે કૉમેડિયનના ટ્વિટ પર પ્રતિક્રિયા આપીને તેનુ આ નામ પસંદ કરવા માટે પ્રશંસા કરી છે. વળી, અમુક લોકો કમેન્ટ બૉક્સમાં ત્રિશાનને અર્થ પૂછતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે ત્રિશાનનો અર્થ થાય છે જીત કે વિજય. ખરેખર કપિલ શર્માએ પોતાના દીકરાનુ નામ ખૂબ જ પ્રેમાળ અને સમજી વિચારીને રાખ્યુ છે.

જલ્દી આવશે કપિલ શર્મા શો
તમને જણાવી દઈએ કે ગયા મહિને જ કપિલ શર્માનો જાણીતો ટીવી શો ધ કપિલ શર્મા શો ઑફ એર થયો છે. શો બંધ થવાના કારણનો ખુલાસો તો નથી કરવામાં આવ્યો પરંતુ કૉમેડી કિંગ જલ્દજી પોતાના શો સાથે ટીવી પર વાપસી કરવા માટે તૈયાર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ વખતે આ શોમાં નવી કાસ્ટ અને ટીમ જોવા મળી શકે છે. મેકર્સ ઈચ્છે છે કે શો ફરીથી લાઈવ ઑડિયન્સ સાથે શરૂ કરવામાં આવે પરંતુ કોરોના વાયરસના વધતા કેસોને જોતા આવુ સંભવ નથી લાગતુ.
Thank you neeti 🤗❤️ hope ur taking well care of urself 🤗 we named him trishaan 😍🥳🥳🥳 https://t.co/776HlHVm0f
— Kapil Sharma (@KapilSharmaK9) April 4, 2021
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
