સેરોગસી થકી કરણ જોહર બન્યા જુડવા બાળકોના પિતા

Written By:
Subscribe to Oneindia News

જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહર ને જુડવા બાળકોના પિતા બનવાનું સુખ મળ્યું છે. સેરોગસી દ્વારા કરણ જોહર સિંગલ પેરેન્ટ બન્યા છે. આ જુડવા બાળકોમાંથી એક પુત્ર છે અને એક પુત્રી. ઉપલબ્ધ જાણકારી અનુસાર, ગત મહિને જ આ જુડવા બાળકોનો જન્મ થયો છે, પરંતુ એ સમયે આ વાતનો પુષ્ટિ નહોતી થઇ શકી. આ સમયે પણ કરણ જોહર આ વાતની પુષ્ટિ કરવા માટે મુંબઇમાં હાજર નથી, પરંતુ બીએમસી સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર જન સ્વાસ્થ્ય વિભાગમાં બાળકોનું રજિસ્ટ્રેશન થઇ ગયું છે.

karan johar

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર અનુસાર, બીએમસી સાથે જોડાયેલી સ્વાસ્થ્ય અધિકારી પદ્મજા કેસ્કરે જણાવ્યું કે, બંન્ને બાળકોનું રજિસ્ટ્રેશન શુક્રવારે થઇ ચૂક્યું છે. જાણકારી અનુસાર આ બંન્ને બાળકોનો જન્મ 7 ફેબ્રુઆરીના રોજ અંધેરી વેસ્ટના મસરાની હોસ્પિટલમાં થયો હતો. બીએમસી સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હજુ સુધી બાળકોના નામ અંગેની જાણકારી મળી નથી, આથી રજિસ્ટર રેકોર્ડમાં તેમના નામ બેબી બોય અને બેબી ગર્લના નામો નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જે હોસ્પિટલમાં કરણ જોહરના જુડવા બાળકોનો જન્મ થયો છે, એ જ હોસ્પિટલમાં તેમના મિત્ર શાહરૂખ ખાન ના દિકરા અબરામનો જન્મ પણ સેરોગસી દ્વારા જ થયો હતો. 

બીએમસી સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, જન્મ નામાંકન પ્રક્રિયામાં બાળકોના પિતા તરીકે કરણ જોહરનું નામ લખવામાં આવ્યું છે, બાળકોની માતાનું ખાનું ખાલી છોડવામાં આવ્યું છે. બીએમસી એ આ મામલે મસરાની ક્લિનિકના ડોક્ટરો પાસેથી બાળકોના જન્મ અંગેનું ડિક્લેરેશન લેવામાં આવ્યું છે.

અહીં વાંચો - તૈમૂર બાદ કરીનાએ કામ શરૂ કરતાં સૈફ કેમ થયો નારાજ?

નોંધનીય છે કે, ફિલ્મ નિર્માતા કરણ જોહર ઘણા પ્રસંગે પિતા બનવાની ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે. હાલમાં જ બહાર પાડવામાં આવેલી તેમની આત્મકથા 'એન અનસૂટેબલ બોય'માં પણ તેમણે બાળક દત્તક લઇ કે સેરોગસી દ્વારા પિતા બનવાની કોઇ ઇચ્છા જાહેર કરી હતી.

English summary
Karan Johar become single parent of twins via surrogacy.
Please Wait while comments are loading...