સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહીમ અલી ખાનને બૉલિવુડમાં લૉન્ચ કરશે કરણ જૌહર, આ ફિલ્મથી થશે શરુઆત

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ હ્રદયમની હિંદી રિમેક માટે સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહીમ અલી ખાનને લેવામાં આવી શકે છે.

મુંબઈઃ બૉલિવુડમાં સ્ટાર કિડ્સને લૉન્ચ કરવાની જવાબદારી કરણ જોહર અથવા સલમાન ખાન નિભાવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરુઆતમાં એ જણાવવામાં આવ્યુ હતુ કે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝે મલયાલમ રોમેન્ટીક કૉમેડી ફિલ્મ હ્રદયમના રાઈટ્સ મેળવી લીધા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કરણ જોહર આ ફિલ્મ સાથે સ્ટાર કિડને લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ હ્રદયમની હિંદી રિમેક માટે સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહીમ અલી ખાનને લેવામાં આવી શકે છે. બૉલિવુડ હંગામાના સમાચાર મુજબ કરણ જોહર છેલ્લા ઘણા સમયથી ઈબ્રાહીમ અલી ખાનને લૉન્ચ કરવા માટે એક સારી ફિલ્મની શોધ કરી રહ્યા હતા.

ઈબ્રાહીમ ખાનને કરી શકે છે લૉન્ચ

ઈબ્રાહીમ ખાનને કરી શકે છે લૉન્ચ

અહેવાલ છે કે કરણ જોહરનુ માનવુ છે કે ફિલ્મ 'હૃદયમ' ઈબ્રાહિમ અલી ખાનના બોલિવૂડ ડેબ્યૂ માટે શ્રેષ્ઠ પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી કરણ પોતે ઈબ્રાહિમને હિન્દી સિનેમામાં લૉન્ચ કરવા માટે સારી ફિલ્મની શોધમાં હતો. કરણ જોહરને લાગે છે કે આ પ્રકારનુ પાત્ર ઇબ્રાહિમને ફિટ કરશે જે એક વિદ્યાર્થીમાંથી પરિપક્વ વ્યક્તિ સુધીનો પ્રવાસ કરે છે. મલયાલમ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'હૃદયમ'ના મૂળ સંસ્કરણમાં પ્રણવ મોહનલાલ અને કલ્યાણી પ્રિયદર્શને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

તમિલ અને તેલુગુમાં પણ રિમેક બનાવશે કરણ

તમિલ અને તેલુગુમાં પણ રિમેક બનાવશે કરણ

કરણ જોહરે પોતે આ વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે માત્ર હિન્દીમાં જ નહિ પરંતુ તમિલ અને તેલુગુમાં પણ 'હૃદયમ' ફિલ્મની રિમેક કરશે. હાલમાં કરણ પાસે તેના બેનર ધર્મા પ્રોડક્શન હેઠળ ઘણા પ્રોજેક્ટ્સ છે. કરણ 'બ્રહ્માસ્ત્ર', 'યોદ્ધા' અને 'જુગ જુગ જિયો' જેવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. તે આલિયા ભટ્ટ અને રણવીર સિંહની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં પણ વ્યસ્ત છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2023માં રિલીઝ થશે.

કરણ જોહરને આસિસ્ટ કરી રહ્યો છે ઈબ્રાહીમ

કરણ જોહરને આસિસ્ટ કરી રહ્યો છે ઈબ્રાહીમ

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન હજી મોટા પડદા પર દેખાયો નથી. ઈબ્રાહિમ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં કરણ જોહરને આસિસ્ટ કરી રહ્યો છે. અમૃતા સિંહ સાથે સૈફ અલી ખાનના મોટા દીકરાએ કરણ જોહર સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનુ શરૂ કર્યુ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જોવા મળશે. બંગાળી કલાકારો ટોટા રોય ચૌધરી અને ચુન્ની ગાંગુલી પણ આ ફિલ્મમાં જોવા મળશે. 2016માં આવેલી ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' બાદ કરણ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'થી ડિરેક્શનમાં વાપસી કરી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X