Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘણું બધું કહી જાય છે કરણ જૌહર અને ગૌરી ખાનની આ તસવીર...

મુંબઈ, 5 એપ્રિલ : છેલ્લા ઘણા દિવસોથી કરણ જૌહર અને શાહરુખ ખાનની મૈત્રીમાં ખટાશના સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે બંને વચ્ચે અંતર બહુ વધી ગયો છે. તેની પાછળના અનેક કારણો ગણાવાઈ રહ્યાં છે. કહેવાઈ રહ્યુ હતું કે સલમાન ખાન પ્રત્યે કરણના વધતા ઝોકના કારણે શાહરુખ-કરણ વચ્ચે પંગો થઈ રહ્યો છે. આ વાતને ત્યારે વધુ હવા મળી કે જ્યારે કરણ જૌહરના કૉફી વિથ કરણ શોમાં કિંગ ખાને આવવાનો ઇનકાર કરી દીધો.

karan-gauri.
પરંતુ હવે લાગે છે કે તમામ અફવાઓ પર વિરામ લાગી જશે, કારણ કે કરણે પોતાના ટ્વિટર પર એક ફોટો શૅર કરી છે કે જેમાં તેઓ શાહરુખના પત્ની ગૌરી ખાન અને પોતાના કેટલાંક ફીમેલ મિત્રો સાથે નજરે પડી રહ્યાં છે. કરણ અને ગૌરીના ચહેરા બતાવે છે કે તેઓ બહુ ખુશ છે. ફોટો નીચે કૅપ્શન છે - "Fun Saturday night".

(જરૂર વાંચો : શાહરુખ-ગૌરીની પ્રેમ-કહાણી)

એમ પણ કરણ જૌહર કાયમ કહે જ છે કે શાહરુખ ખાન કરતા તેઓ ગૌરી ખાનની વધુ નજીક છે. ગૌરી ખૂબ જ સમજૂ મહિલા છે. તેથી જ તેમની અને ગૌરી વચ્ચે સારી મૈત્રી છે. હવે આ તસવીર ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે જેની ગૌરી સાથે આટલી બનતી હોય, તે શાહરુખથી કેવી રીતે દૂર હોઈ શકે, કારણ કે શાહરુખ-ગૌરી તો દો બદન એક જાન છે. તેથી કરણની ટ્વિટર પોસ્ટ એટલુ સમજાવવા માટે કાફી છે કે તેમની અને તેમના મિત્ર વચ્ચે કોઈ વિવાદ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X