કરણ જોહરને હોળી પસંદ નથી, કારણ છે અભિષેક બચ્ચન

Posted By:
Subscribe to Oneindia News

હોળીનો તહેવાર ખુબ જ નજીક આવી ગયો છે અને ખાસ કરીને બોલિવૂડ હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમ થી ઉજવે છે. પરંતુ શ્રીદેવીનું મૃત્યુ થવાથી હાલ બોલિવૂડ ગમગીન છે અને હોળી કદાચ જ ઉજવે. પરંતુ કરણ જોહરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને હોળી ઉજવવું બિલકુલ પસંદ નથી.

karan johar

કરણ જોહરે એક કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે જયારે તેઓ 17 વર્ષના હતા ત્યારે કોલીની ના બાળકો સિલ્વર પેન્ટ લઈને તેમની પાછળ દોડ્યા હતા અને અંતમાં તેમનો ઝગડો થઇ ગયો હતો. કરણ જોહરે એવો પણ ખુલાસો કર્યો હતો કે હોળી નહીં ઉજવવા પાછળ એક કરણ અભિષેક બચ્ચન પણ છે. જેને કારણે તેમને હોળીથી નફરત થઇ ગયી છે.

ખરેખર 10 વર્ષની ઉંમરે કરણ જોહર અમિતાભ બચ્ચનને ઘરે હોળીના દિવસે પહોંચ્યા હતા અને બધાને જણાવ્યું કે તેમને હોળી રમવાનું પસંદ નથી. કરણ જોહરે જણાવ્યું કે તેઓ હજુ આવું કહી જ રહ્યા હતા તેટલામાં અભિષેકે આવીને મને રંગોના ટબમાં ફેંકી દીધો ત્યારપછી કોઈ પણ દિવસ મેં હોળી રમી નથી.

કરણ જોહર હંમેશા ખાસ પ્રસંગોમાં મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળે છે. હવે તો તેમના જીવનમાં યશ અને રુહી ની એન્ટ્રી થઇ ચુકી છે. તેમને યશ અને રુહી સાથે સમય પસાર કરવો ખુબ જ પસંદ છે. કરણ જોહર હંમેશા યશ અને રુહીની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતા રહે છે.

English summary
Karan Johar does not like holi and abhishek bachchan is main reason behind that

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.