કરણ જોહરની ઇચ્છા : 1000 કરોડ નફો થાય તેવી ફિલ્મ બનાવવી

karan-johar
મુંબઇ, 14 માર્ચ : કેટલાક વર્ષો પહેલા સુધી હિન્દી ફિલ્મોની સફળતાને સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલીના માપદંડોમાં માપવામાં આવતી હતી. હવે એવું નથી થતું. હવે માપદંડો બદલાયા છે. આજની ફિલ્મોનો સફળતાનો માપદંડ રૂપિયા 100 કરોડ કે 200 કરોડની કમાણી છે.

ગયા વર્ષે એટલે કે વર્ષ 2012માં એક બે નહીં પણ અનેક ફિલ્મો સરળતાથી ક્લબ 100 કરોડમાં સામેલ થઇ હતી. આ સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ હવે ફિલ્મ નિર્માતાઓની નજર હજી પણ વધારે રૂપિયા કમાવા પર છે.

આવા જ એક નિર્માતા છે કરણ જોહર. કરણ જોહરની ઇચ્છા છે કે તેઓ એવી ફિલ્મ બનાવે જે રૂપિયા 1000 કરોડનો બિઝનેસ કરે. આ માટે તેઓ ખૂબ પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ અંગે કરણે જણાવ્યું કે હું એવું વિચારું છું કે મારી ફિલ્મ એવી હોય જે દર્શકોને ખૂબ પસંદ પડે અને ફિલ્મ 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે. મને વિશ્વાસ છે કે એક દિવસ હું ચોક્કસ આવું કરી શકીશ.

ઉલ્લેખનીય છે કે કરણ જોહરે ફિલ્મ કુછ કુછ હોતા હૈ સાથે ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શનમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી તે ફિલ્મના હીરો શાહરૂખ ખાનને પોતાના પરિવારનો એક સભ્ય ગણે છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા નિર્દેશક યશ જોહરના પુત્ર કરણ જોહરે પોતાના પિતાના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ લાજવાબ ફિલ્મો આપી છે. આ ફિલ્મો બોલિવુડની ટોપ ફિલ્મોમાં સ્થાન પામી છે. જેમાં કભી ખુશી કભી ગમ, માય નેમ ઇઝ ખાન, કલ હો ના હો, કભી અલવિદા ના કહેના, અગ્નિપથ અને સ્ટુડન્ટ ઓફ ધ યરનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X