For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાપણું જોઇતું હોય તો નવોદિતોને તક આપો - આલિયા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 ઑક્ટોબર : નવાપણું જોઇતું હોય તો નવા લોકોને તક આપો. આમ કહેવું છે નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટનું કે જે કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ દ્વારા સોનેરી પડદે પગલા મુકી રહી છે. ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા છે.

Alia Bhatt

નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટની પુત્રી આલિયા પોતાના પપ્પા સાથે બૉલીવુડમાં એન્ટ્રી ન કરી, બલ્કે તે પોતાના બળે આ સફર કરવા માંગે છે. કઈંક આમ જ માનવું છે ડેવિડ ધવનના પુત્ર વરુણ ધનનું પણ કે જે પોતાના પપ્પાની ફિલ્મ છોડી કરણ સાથે પોતાની ફિલ્મી સફર શરૂ કરી રહ્યો છે. આલિયા ભટ્ટે જણાવ્યું કે કરણ જૌહર મહાન વ્યક્તિ છે.

આલિયાનું કહેવું છે કે અમારી પાસે તે જ જૂના 8-10 ચહેરાઓ છે, જેમની ચારે બાજુ આપણું બૉલવુડ ફરતું ફરે છે. તેથી દર્શકોને કઈં જ નવું નથી મળી શકતું અને દર્શકો ભારે બોર થવા લાગે છે. તેથી જો આપને કઈંક નવુપણું જોઇતું હોય તો નવા લોકોને તક આપવી પડશે.

આલિયાએ બીબીસી સાથે ખાસ વાતચીતમાં આ વાત જણાવી. આપને જણાવી દઇએ કે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર આ શુક્રવારે રિલીઝ થવાની છે. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક કરણ તેમજ સહ દિગ્દર્શક શાહરુખ ખાન છે.

English summary
Karan Johar is Great Man said Mahesh Bhatt's 19-year-old daughter Alia Bhatt, who is making her acting debut in Karan Johar's Student of the Year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X