For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાનના પગલે કરણ ગેરહાજર રહ્યાં શાહરુખની પાર્ટીમાં

|
Google Oneindia Gujarati News

Shahrukh-Karan
મુંબઈ, 4 જાન્યુઆરી : શાહરુખ ખાન અને કરણ જૌહરની મૈત્રી અંગે બૉલીવુડમાં તમામ પ્રકારની વાતો થાય છે. કોઈ તેમને બેસ્ટ ફ્રેન્ડ ગણાવે છે, તો કોઇકની નજરે આ મૈત્રી નહીં, પણ કોઈક બીજો જ સંબંધ છે. ખેર આજની વાત કરીએ તો બંનેની મૈત્રીમાં લાગે છે કે અંતર આવી ગયો છે. એટલે જ તો કરણ જૌહર શાહરુખની પાર્ટીમાંથી ગાયબ રહ્યાં.

હકીકતમાં દુબઈમાં ગત 31મી ડિસેમ્બરની રાત્રે શાહરુખે ન્યુ ઈયર પાર્ટી યોજી હતી, પરંતુ આ પાર્ટીમાં તેમના સૌથી નજીકના મિત્ર કરણ જૌહર ગાયબ હતાં. તેઓ પણ દુબઈમાં જ હતાં. છતાં તેઓ પાર્ટીમાં દેખાયા નહીં. ફિલ્મી પંડિતોનું કહેવું છે કે દુબઈમાં એક જ દિવસે શાહરુખ અને સલમાન બંનેએ ન્યુ ઈયર પાર્ટી યોજી હતી અને બંનેએ કરણને આમંત્રણ આપ્યુ હતું, પરંતુ કરણ કોઈની પાર્ટીમાં પહોંચ્યા જ નહી. કારણ સ્પષ્ટ છે કે શાહરુખ કે સલમાન કોઈ એકની પાર્ટીમાં પહોંચી કરણ બબાલ ઊભી થવા દેવા નહોતા માંગતાં. તેથી તેમણે કોઈ પણ પાર્ટીમાં ન જવાનું જ મુનાસિબ માન્યું.

ખેર હજી આ અંગે કરણના જવાબનો ઇંતેજાર છે. પરંતુ એટલું તો નક્કી જ છે કે કિંગ ખાન કરણની ગેરહાજરી હજમ કરી નહીં શક્યા હોય. તો બીજી બાજુ સલ્લુ મિયા બંને વચ્ચેનો અંતર જુઈ મનોમન ખુશ થઈ રહ્યાં હશે.

English summary
Karan Johar misses best friend Shahrukh Khan's New Year party Because of Salman Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X