કરણે ફેરવી તોળ્યું - શાહરુખ મારાં ભાઈ છે

મુંબઈ, 28 સપ્ટેમ્બર : કરણ જૌહરે જ્યારથી એમ કહ્યું છે કે તેઓ સલમાન ખાન સાથે કામ કરવા માંગે છે, ત્યારથી જ મીડિયામાં તેમની અને શાહરુખ વચ્ચે કચવાટની ચર્ચા ચાલી રહી છે. સાથે જ લોકો એમ પણ કહી રહ્યાં છે કે કરણ શાહરુખને છોડી હવે સુપરસ્ટાર બની ચુકેલ સલમાન ખાનની નજીક આવવા માંગી રહ્યાં છે અને હવે શાહરુખ સાથે તેમની મિત્રતા સમાપ્ત થઈ રહી છે.

Shahrukh-Karan

આ બધી ચર્ચાઓ અને વાતો સંભાળ્યા બાદ કદાચ પોતે કરણ જૌહરને પણ એમ લાગવા લાગ્યું હશે કે સલમાનના નામનો ઉલ્લેખ કરી તેમણે કઈંક કાચું કાપી નાંખ્યુ છે. તેથી હવે તેમણે શાહરુખ અને પોતાની મૈત્રી બચાવવા એક નવુ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે શાહરુખ ખાન મારા મિત્ર જ નહિં, પણ મારા ભાઈ છે. હવે આવું સાંભળ્યા બાદ શક્ય છે કે શાહરુખ ખાન કરણની સલમાન સાથે કામ કરવાની વાતને નજરઅંદાજ કરી દે અને ફરીથી કરણને ગળે લગાવી લે.

ખેર, એ તો સાચું છે કે દુનિયા ઉગતા સૂર્યને સલામ કરે છે, પરંતુ ક્યારેક-ક્યારેક કેટલાંક સંબંધો આવી વાતો કરતાં ઉપર હોય છે. કરણ અને શાહરુખની મિત્રતા પણ કઈંક એવી જ છે કે જેમાં સલમાન આવતાં કોઈ કટુતા નહિં આવે. જોકે લોકોને તો વાતો બનાવવા માટે કઈંક મસાલો જોઇતો જ હોય છે. આજે કરણ, તો કાલે કોઈક બીજું, પણ કરણને તો એટલી ખબર છેકે શાહરુખ સાથે મૈત્રી તોડતાં તેમને પોતાને પણ નુકસાન થશે, કારણ કે તેમની જોડીએ જેટલી હિટ ફિલ્મો બૉલીવુડને આપી છે, તેટલી ભાગ્યે જ કોઈ જોડીએ આપી હશે. બીજું એ કે શાહરુખ યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાન દ્વારા ફરી એક વાર રોમેન્ટિક હોરીના પાત્રમાં બૉક્સ ઑફિસે કમ બેક કરી રહ્યાં છે અને જોવા જઇએ તો કરણ પણ એ વાત જાણે છે કે ઑનસ્ક્રીન રોમાંસ શાહરુખ કરતાં વધુ બહેતર કોઈ નથી કરી શકતું.

તો હવે કરણે માત્ર વર્તમાન જ નહિં, પણ ભવિષ્ય વિશે પણ વિચારવું જોઇએ અને કઈં પણ કહેતાં પહેલાં સમજી-વિચારી લેવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X