લગ્ન પહેલાં જ માતા બની ચુક્યાં કરીના કપૂર !
મુંબઈ, 21 નવેમ્બર : કરીના લાખ ઇનકાર કરે, પરંતુ તેઓ સૈફના એક નહિં, બલ્કે બે-બે બાળકોના માતા બની ચુક્યાં છે. ચોંકી ગયા ને આપ? ચોંકવાની ક્યાં જરૂર છે ભાઈ.

કરીના કપૂરે તાજેતરમાં જ જાહેર કર્યું છે કે તેઓ હાલ માતા નહિં બને. ગત માસે જ સૈફ અલી ખાન સાથે લગ્ન કરનાર કરીનાએ જણાવ્યું કે તેઓનું સૈફના બાળકના માતા બનવાની કોઈ યોજના નથી.
જોકે કરીના ઑલરેડી સૈફના એક નહિં, પણ બે-બે બાળકોના માતા બની ચુક્યાં છે. સૈફના પ્રથમ પત્ની અમૃતા સિંહ વડે બે બાળકો છે. તેમાં પુત્ર ઇબ્રાહીમ અલી ખાન અને પુત્રી સારા અલી ખાનનો સમાવેશ થાય છે. કરીના અને સૈફ છેલ્લા પાંચ વરસથી સાથે જ રહે છે અને આ દરમિયાન સૈફ-અમૃતાના બાળકો કરીના સાથે હળી-મળી ગયાં છે અને તે બંને કરીનાને છોટી માં કહી બોલાવે છે.
એટલું જ નહિં, સૈફ-કરીનાના લગ્ન દરમિયાન સારા તો કરીનાની આજુબાજુ જ ફરતી દેખાઈ. સૈફે તેર વરસ અગાઉ પોતાના કરતા દસ વર્ષ નાના અમૃતા જોડે લગ્ન કર્યા હતાં. પછી તેઓ જુદા થઈ ગયાં. બંને બાળકો હાલ પટૌડી હાઉસમાં જ રહે છે.












Click it and Unblock the Notifications
