મનોમન તો ક્યારનીય પરણી ગઈ છું સૈફને - કરીના

Saif-Kareena
મુંબઈ, 18 સપ્ટેમ્બર : એક બાજુ કરીના કપૂર અને સૈફ અલી ખાન પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તેમના લગ્નની ચારે તરફ ચર્ચાઓ થઈ રહી છે. બૉલીવુડની હસ્તીઓથી લઈને સામાન્ય વ્યક્તિ સુધી દરેકે દરેક આ લગ્ન અંગેના નાનામાં નાના સમાચાર જાણવા આતુર છે. બીજી બાજુ કરીના અને સૈફે પોતાના આ હૉટ ટૉપિક બની ચુકેલા લગ્ન અંગે પોતાના હોઠ સીવી રાખ્યાં છે. પણ હવે કરનાએ એક નવી વાત જણાવી છે અને તે સાંભળીને કદાચ કરીનાના મૌનનું કારણ પર સૌની સામે આવી જશે.

કરીનાનું કહેવું છે કે તેમના અને સૈફના લગ્ન થઈ ચુક્યાં છે.

તાજેતરમાં જ કરીના કપૂરે જણાવ્યું હતું, ‘જે દિવસે હું સૈફને મળી હતી, તે જ વખતે હું મનોમન તેને પરણી ચુકી હતી.'

હવે કરીનાની આ વાતનો આપણે શો અર્થ કાઢવો? એ જ ને કે કરીનાના લગ્ન તો પહેલાં જ થઈ ચુક્યાં છે, તો તેથી જ કરીના પોતાનાઆ લગ્નને લઈને વધુ ઉત્સાહિત નથી અને પોતાના લગ્ન અંગે કઈં પણ કહેવાથી બચી રહછે.

બીજી બાજુ સૈફ જેમણે પોતાના લગ્ન માટેની ખરીદી કરી લીધી છે, તેઓ કેમ આ લગ્ન અંગે મૌન છે, એ કળવું મુશ્કેલ છે. હવે કરીનાએ તો પોતાના ચુપ ચુપકે કરેલા લગ્નના સમાચાર વડે બધાને ચોંકાવી દીધા છે, પણ આમ છતાં તેના લગ્ન આ વર્ષના અંતે ચર્ચામાં રહેશે જ. આખરે બૉલીવુડન બેબો અને છોટે નવાબના લગ્ન છે.

હાલ તો કરીનાના લગ્નના ડ્રેસ અને સૈફના સૂટના સમાચાર તો સૌને ખબર જ છે. આગળ શું તૈયારીઓ ચાલી રહી છે, તે આગળ પણ અમે આપને જણાવતાં રહીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X