કરીના કપૂર અને સૈફે ઘરમાં જ કર્યુ ક્રિસમસ સેલિબ્રેશન, જેહે પપ્પા સાથે કર્યો ડાંસ, Video વાયરલ
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યુ. જેમાં જેહે ડાંસ કર્યો છે. આ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
Kareena-Saif Christmas Celebration: સમગ્ર દુનિયામાં ક્રિસમસ અને ન્યૂ યરનુ સેલિબ્રેશન થઈ રહ્યુ છે. બૉલિવુડમાં પણ જોરશોરથી ઉજવણીઓ ચાલી રહી છે. કરીના કપૂર ખાને પોતાના ઘરમાં જ પોતાના ઘરે પરિવાર અને દોસ્તો સાથે ક્રિસમસની ઉજવણી કરી. જેનો વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. લોકો બેબોના આ સેલિબ્રેશનનો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જેહનો ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સૈફ અલી ખાને ગિટાર વગાડીને મહેફિલ સજાવી દીધી. વીડિયોમાં સૈફ અલી ખાનનો રૉયલ અંદાજ દેખાઈ રહ્યો છે. સૈફ અલી ખાન ગિટાર પ્લે કરી રહ્યા છે અને એટલામાં જેહ પપ્પા પાસે આવે છે અને કૂદતા-કૂદતા ડાંસ કરવા લાગે છે. એટલામાં ત્યાં એક કૂતરો પણ આવે છે જે જેહ સાથે રમવા લાગે છે. નવાબ અને નાના નવાબ જેહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કરીના કપૂરે વીડિયો શેર કરીને પાઠવી શુભેચ્છા
આ વીડિયો શેર કરતી વખતે કરીના કપૂર ખાને બધાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. આ વીડિયો શેર કરતાં કરીના કપૂર ખાને લખ્યુ, 'ક્રિસમસની ઉજવણી કરવાની શ્રેષ્ઠ રીત... મારા પ્રેમ સાથે ગિટાર વગાડતા... અને આસપાસ તમામ બાળકો અને મિત્રો... તમને બધાને પ્રેમ, પ્રકાશ અને ખુશીની શુભેચ્છા. સંગીત... બધાને મેરી ક્રિસમસ' આ પોસ્ટમાં કરીનાએ ઘણા બધા હાર્ટ ઇમોજીસ પણ બનાવ્યા છે.
બેબોનો વીડિયો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ
કરીનાનો આ પારિવારિક સમય ચાહકોને ખૂબ જ પસંદ છે. આ સાથે જ બેબોની આ પોસ્ટ પણ ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો આ પોસ્ટ પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. કરીના કપૂર ખાનની આ પોસ્ટને લોકો શેર કરી રહ્યા છે. લોકોએ આ વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને અઢળક લાઈક્સ મળી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
