શુદ્ધી માટે સિક્સ પૅક ઍબ્સ બનાવશે કરીના કપૂર
મુંબઈ, 5 ઑક્ટોબર : બૉલીવુડમાં ઝીરો સાઇઝ સાથે રૂપેરી પડદે આવનાર કરીના કપૂર ફરી એક વાર હિન્દી સિનેમામાં ક્રાંતિ કરવા જઈ રહ્યાં છે. આ વખતે આ ક્રાંતિ તેઓ કામણગારી કાયા સાથે નહીં, પણ સિક્સ પૅક ઍબ્સ સાથે કરવાના છે.

જાણવા મળે છે કે કરીના કપૂર ફિલ્મ શુદ્ધી માટે સિક્સ પૅક ઍબ્સ બનાવશે અને એવું કરનાર તેઓ બૉલીવુડના પ્રથમ અભિનેત્રી હશે. સિક્સ પૅક માટે કરીના કપૂર માર્શલ આર્ટની ખાસ તાલીમ પણ લેશે કે જે ડિસેમ્બરમાં શરૂ થશે. કરણ મલ્હોત્રાના ડ્રીમ પ્રોજેક્ટ શુદ્ધીમાં હૃતિક રોશન કરીનાના હીરો છે. ફિલ્મના નિર્માતા કરણ જૌહર તથા દિગ્દર્શક કરણ મલ્હોત્રા છે.
ફિલ્મની વાર્તા તથા પાત્રો અંગે વાત ન કરતાં કરણે જણાવ્યું - હાલ હું એટલું જ કહી શકું કે શુદ્ધી ફિલ્મમાં હૃતિક રોશન તથા કરીના કપૂરને નવા અંદાજમાં જોશો. બંનેનો એક અલગ જ રૂપ લોકો સમક્ષ આવશે કે જે અત્યાર સુધી ક્યારેય નથી જોવાયું.
નોંધનીય છે કે કરણ જૌહર અને કરીના કપૂર તથા હૃતિક રોશનની જોડીએ છેલ્લે 12 વર્ષ અગાઉ કભી ખુશી કભી ગમમાં સાથે કામ કર્યુ હતું. જોકે કરણ વગર હૃતિક-કરીનાએ મુઝસે દોસ્તી કરોગે અને મૈં પ્રેમ કી દીવાની હૂં જેવી ફિલ્મો કરી, પણ તે નિષ્ફળ નીવડી હતી.












Click it and Unblock the Notifications
