OMG: સારી બેગમ કોને કહેવાય?કરીનાને મળી આ સલાહ!

તૈમૂરના જન્મ બાદ કરીના કપૂર જે રીતે તુરંત કામે વળગી છે અને ઘણા જ ઓછા સમયમાં જે રીતે તે ફરી પાછી શેપમાં આવી ગઇ છે, એ જોઇને ઘણાંને આશ્ચર્ય મિશ્રિત આનંદ થયો છે.

તૈમૂરના જન્મ બાદ કરીના કપૂર જે રીતે તુરંત કામે વળગી છે અને ઘણા જ ઓછા સમયમાં જે રીતે તે ફરી પાછી શેપમાં આવી ગઇ છે, એ જોઇને ઘણાંને આશ્ચર્ય મિશ્રિત આનંદ થયો છે. કરીનાના ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકતાં. થોડા સમય પહેલાં જ તેણે વોગ માટે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં ઘણા વખતે કરીના બિકિનીમાં જોવા મળી હતી. તેના આ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને દરેક એક્ટ્રેસની માફક કરીના પણ ઇન્ટરનેટ હેટર્સ અને ટ્રોલનો શિકાર બની છે.

નેગેટિવ કોમેન્ટ્સ

નેગેટિવ કોમેન્ટ્સ

એક્ટ્રેસિસના બોલ્ડ હોલિડે ફોટોઝ કે હોટ ફોટોશૂટ જેવા સોશ્યલ મીડિયા પર વાયરલ થાય કે, ઇન્ટરનેટ ટ્રોલર્સ સક્રિય થઇ જાય છે. એક્ટ્રિસસના આવા ફોટોઝ પર તેઓ નેગેટિવ અને ક્યારેક ધમકીભરી અને અભદ્ર ટિપ્પણી પણ કરે છે. કરીના કપૂર ખાન સાથે પણ હાલ એવું જ કંઇ થઇ રહ્યું છે.

ફોટોશોપ્ડ પિક્ચર્સ

ફોટોશોપ્ડ પિક્ચર્સ

કરીના કપૂર ખાન કોઇ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર નથી, આમ છતાં લોકોએ તેને નિશાના પર લીધી છે. તેના બોલ્ડ અવતાર અને હોટ બિકિની ફોટોઝ પર લોકો જાત-જાતની ટિપ્પણી કરી રહ્યાં છે. કેટલાકે તેના આ ફોટોઝને ફોટોશોપનું ક્રિએશન પણ ગણાવ્યા છે.

સંસ્કારી બનવાની આપી સલાહ

સંસ્કારી બનવાની આપી સલાહ

તો કેટલાક યૂઝર્સે તેની બિકિની પર કોમેન્ટ કરી છે. લોકો તેને સંસ્કારી બનવાની સલાહો આપી રહ્યાં છે. તૈમૂરના જન્મ બાદથી જ કરીના જિમમાં પરસેવો પાડતી જોવા મળી રહી છે. તેના જિમ લૂક્સ અનેકવાર વાયરલ થયા છે. તેનું વજન ઓછું થયું છે અને તે પોતાના દરેક પબ્લિક એપિરિયન્સમાં વધુ ફિટ દેખાઇ રહી છે.

શા માટે થઇ ટ્રોલ?

શા માટે થઇ ટ્રોલ?

પોતાના પ્રેગનન્સી ફેઝમાં અને એ પછી પણ કરીના પોતાના વધેલા વજન સાથે કોન્ફિડન્ટલી પબ્લિક એપિરિયન્સ આપતી રહી છે. તૈમૂરના જન્મના કેટલાક દિવસો બાદ જ તે લેકમે ફેશનવિકમાં રેમ્પ વોક કરતી પણ જોવા મળી હતી. તો પછી હવે કરીનાને ટ્રોલ કરવાનો શો અર્થ છે?

“શરમ કરો”

“શરમ કરો”

ઇન્સ્ટાગ્રામ પર @madihaareeb નામના યૂઝરે કરીનાના બિકિની ફોટો પર કોમેન્ટ કરતાં લખ્યું હતું કે, તમને શરમ આવવી જોઇએ, તમે એક બાળકની માતા છો. આ રીતના ફોટોગ્રાફ્સથી તમે ફેશનેબલ નહીં, હલકા લાગો છો.

“તમે બેગમ છો!”

“તમે બેગમ છો!”

તો અન્ય એક યૂઝરે તો કરીનાને સારી બેગમ બનાવની સલાહ આપતાં લખ્યું હતું કે, સારી નથી લાગી રહી. પોતાને ઢાંકો. તમે નવાબની બેગમ છો. બેગમ બિકિનીમાં સારી ન લાગે. @aliyasuhali7 નામની યૂઝરે આ કોમેન્ટ કરી હતી.

વીરે દી વેડિંગ

વીરે દી વેડિંગ

તો કેટલાક લોકોએ કરીનાને સપોર્ટ પણ કર્યો છે. કરીના કપૂર ખાન સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર સાથે ‘વીરે દી વેડિંગ'ફિલ્મમાં જોવા મળનાર છે. આ ફિલ્મની ડાયરેક્ટર સોનમની બહેન રેહા કપૂર છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર ખૂબ સુંદર હતું અને ખૂબ વાયરલ પણ થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X