બુઢ્ઢી થઈ ગઈ છે તુ, કરીના કપૂર થઈ ટ્રોલ, શેર કર્યો હતો યોગા ફોટા!
હાલમાં જ કરીના કપૂરનો એક ફોટો સામે આવ્યા બાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી છે.
મુંબઈઃ અભિનેત્રી કરીના કપૂર જ્યારે પણ મા બને છે ત્યારે તે જાડી થઈ જાય છે જે તૈમૂરના જન્મ પછી પણ જોવા મળ્યુ હતુ. જો કે તેણે ઘણી મહેનત કરી હતી અને ફરીથી શાનદાર ફિગર પાછી મેળવી હતી. હાલમાં જ તે ફરીથી મા બની અને આ વખતે પણ તે ઘણી જાડી લાગી રહી છે. પરંતુ હાલમાં જ તેનો એક ફોટો સામે આવ્યા બાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી છે.

'બુઢ્ઢી થઈ ગઈ છે તુ'
વાસ્તવમાં આ એક યોગા ફોટો છે કે જે કરીના કપૂર ખાને શેર કર્યો છે. આ ફોટા પર લોકોએ ઘણી કમેન્ટ કરી છે. આ ફોટાને પોસ્ટ કરીને કરીનાએ લખ્યુ છે કે તેની યોગાની સફરની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. એ વખતે તેણે જબ વી મેટ અને ટશન સાઈન કરી હતી. આ ફોટા પર એક યુઝરે લખ્યુ કે - તુ 75 વર્ષની બુઢ્ઢી દાદીમા લાગી રહી છે. આ ઉપરાંત એક યુઝરનુ કહેવુ છે કે - બુઢ્ઢી થઈ ગઈ છે તુ.

ટ્રોલ કરી રહ્યા છે
સતત કમેન્ટ કરીને લોકો કરીનાને ટ્રોલ કરી રહ્યા છે અને તેમનુ કહેવુ છે કે કરીના ચહેરાથી લાગી રહ્યુ છે કે તે બહુ બુઢ્ઢી છે. જો કે કરીના કપૂર ખાન તરફથી કોઈ પ્રકારની નિવેદન કે જવાબ આ ટ્રોલિંગ બાદ સામે આવ્યુ નથી.

40 વર્ષની છે કરીના
કરીના અત્યારે 40 વર્ષની છે અને ફરીથી પૂરી ફીટ થવા માટે ઘણી વધુ મહેનત કરી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર ખાન હાલમાં આમિક ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે ઘણી ચર્ચામાં છે. પ્રેગ્નેન્સીના કારણે તેણે આ ફિલ્મને વચમાં જ છોડી દીધી હતી અને હને તેનુ શૂટિંગ પૂરુ થવાનુ છે.












Click it and Unblock the Notifications
