કરીનાના કરિયરને ઉની આંચ પણ નહિં આવે લગ્ન પછી
મુંબઈ, 19 સપ્ટેમ્બર : સમગ્ર દેશ આતુરતાપૂર્વક કરીના-સૈફ લગ્નની રાહ જોઈ રહ્યો છે. દરેક વ્યક્તિને સૈફ-કરીના ક્યારે ચોરીના ચાર ફેરા લે, તેનો ઇંતેજાર છે. આ લગ્ન અંગે તરેહ-તરેહની વાતો પણ કરવામાં આવી રહી છે.

હીરોઇન કરીના કપૂર અંગે કહેવામાં આવી રહ્યુ હતું કે સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ કરીનાનું કરિયર બહુ ખરાબ રીતે બગડી જશે. તેથી કરીના લગ્ન નહોતી કરતી, પણ હવે સિતારાઓની માહિતી ધરાવતા પંડિતોનું કહેવું છે કે કરીના સિતારા બહુ પ્રબળ છે અને લગ્ન બાદ કરીનાના કરિયર ઉપર કોઈ અસર થશે નહિં. તેઓ એટલી જ ઝડપે આગળ વધશે, જેમ કે હાલ વધતાં રહ્યાં છે.
પંડિતોનું કહેવું છે કે 21મી સપ્ટેમ્બરે પોતાનો 32મો જન્મદિન ઉજવનારી કરીનાની કુંડળી કહે છે કે તેઓ અત્યારે પોતાના કરિયરના એવા મુકામે છે, જ્યાં પહોંચવું દરેકના વશની વાત નથી હોતી. તેમના બધા ગ્રહો તેમના પક્ષે છે. તેથી હાલ તેઓ જે કઈં પણ કરશે, બધુ તેમના માટે સારું રહેશે. આની અસર તેમના જીવન ઉપર કાયમ રહેશે.
આંગળાઓમાં નીલમ ધારણ કરનાર કરીનાની ફિલ્મ હીરોઇન પણ 21મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. પોતાના જન્મદિવસે ફિલ્મ રિલીઝ અંગે કરીના ઘણી ઉત્સાહિત છે. તેમને પૂર્ણ આશા છે કે ફિલ્મ હીરોઇન સફળતાના નવા શિખરો સર કરશે.
આપને જણાવી દઇએ કે પહેલાં સમાચાર એવા આવ્યા હતાં કે કોઇક જ્યોતિષે કરીનાને પત્ર મોકલ્યો હતો કે જો તેઓ સૈફ સાથે લગ્ન કરે, તો તેમનું કરિયર બર્બાદ થઈ જશે અને સૈફ સાથે તેમને લાંબુ નહિં ચાલી શકે. સાથે બહુ જલ્દી આ લગ્નમાં ભંગાણ પડી જશે. આ પત્રને પગલે કરીના ઘણા દબાણ હેઠલ હતાં, એવું માનવામાં આવી રહ્યુ હતું.
નોંધનીય છે કે કરીના-સૈફ 17મી ઑક્ટોબરે લગ્ન કરવાનાં છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
